SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ () નગ્નપરિષહનો જય :- સાધુને સંયમમાં ઉપકારક હોય તેનાથી લેશ પણ અધિક વસ્ત્ર ધારણ ન કરે, અને સંયમની પુષ્ટિ થાય તેવાં જીર્ણ વસ્ત્રાદિ ધારણ કરે તે સાધુએ નગ્નપરિષહનો જય કર્યો કહેવાય. (૭) અરતિપરિષહનો જય :- સાધુ સંયમની પ્રવૃત્તિમાં શક્ય ઉદ્યમ કરવા છતાં પોતાની ધારણા પ્રમાણે ઉત્તમ ભાવ ન થાય તેના કારણે અથવા કોઈ અન્ય નિમિત્તના કારણે અરતિ થાય ત્યારે સૂત્રના ઉપદેશ અનુસાર સમ્યક ધર્મના ઉદ્યમથી અરતિને દૂર કરે તો અરતિપરિષહનો જય કહેવાય. (૮) સ્ત્રીપરિષહનો જય :- સ્ત્રીઓના કોઈપણ ભાવો પ્રત્યે રાગ ઉત્પન્ન ન થાય, તેઓને જોવા માટે ચક્ષુનો નિવેશ ન થાય, તે પ્રકારની આંતરિક જાગૃતિ રાખવામાં આવે તો સ્ત્રીપરિષહનો જય કહેવાય. (૯) ચર્યાપરિષહનો જય :- આળસનો જેણે ત્યાગ કર્યો છે તેવા સાધુ ગ્રામ, નગર, કુલાદિમાં અનિયતરૂપે વસતા, નિર્મમભાવવાળા, માસ માસ સ્થિર થઈને વિહાર કરે તો ચર્યાપરિષહનો જય કહેવાય. (૧૦) નિષદ્યા=સ્થાનપરિષહનો જય :- સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા સ્થાનમાં ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિને જીતવાની ઇચ્છાવાળા સાધુ, પ્રાપ્ત થયેલું જે સ્થાન હોય તે સ્થાનમાં ઉગરહિત રહે, તે નિષદ્યાપરિષહનો જય કહેવાય. (૧૧) શધ્યાપરિષહનો જય :- સંથારો અથવા ખાટલો વગેરે મૃદુ હોય, કઠણ હોય, ઊંચો કે નીચો મળે, ઉપાશ્રય ધૂળથી ભરેલો હોય, શિશિર ઋતુમાં બહુધર્મવાળો હોય-ક્યારેક વધુ ગરમી લાગે તો ક્યારેક વધુ ઠંડી લાગે તેવો હોય, ત્યાં ક્યારેય સાધુ ઉદ્વેગ ન કરે તો શય્યાપરિષહનો જય થાય. (૧૨) આક્રોશપરિષહનો જય:- કોઈ અનિષ્ટ વચન કહે અને તે સત્ય હોય તો કોપ કેમ થાય ? અર્થાત્ ન થાય. જે કારણથી આ મારો ઉપકારી છે તેથી કહે- આ પ્રમાણે હું ફરી નહિ કરું”, અને તે અનિષ્ટ વચન અસત્ય હોય તો ગુસ્સો કરવાનું કોઈ પ્રયોજન નથી, એ પ્રમાણે વિચાર કરવાથી સાધુને આક્રોશપરિષહનો જય થાય. (૧૩) વધપરિષહનો જય :- હાથથી કે ચાબૂકથી કોઈ મારતું હોય તો સાધુ વિચારે કે આ શરીર અવશ્ય નાશ પામનાર છે, તેથી આ પરિષહ મારે સમ્યમ્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy