________________
પર
નવતત્વ પ્રકરણ | ગાથા-૧૫-૧૬
(૩) “પુણ્યતત્ત્વ”નું વર્ણન (ગાથા-૧૫ થી ૧૭) અવતરણિકા :
ગાથા-૧માં નવતત્વનાં નામો બતાવ્યાં. ત્યારપછી જીવતત્વ અને અજીવતત્ત્વનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે પુણ્યતત્ત્વને બતાવવા અર્થે તેના ભેદો ગાથા-૧૫ થી ૧૭ સુધી બતાવે છે – ગાથા -
सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचिंदिजाइ पणदेहा । आइतितणूणुवंगा, आइमसंघयणसंठाणा ।।१५।। वनचउक्कागुरुलहु, परघा उस्सास आयवुज्जो ।
सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं ।।१६।। ગાથાર્થ -
શાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્વિક, સુરદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ દેહ, પ્રથમ ત્રણ શરીરનાં ઉપાંગો, પ્રથમ સંઘયણ અને પ્રથમ સંસ્થાન. ll૧૫ll
વર્ણચતુર્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, શુભ વિહાયોગતિ, નિર્માણ, કસદશક, દેવ-મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય, તીર્થકરનામકર્મ. આ બેંતાલીસ પુણ્યપ્રકૃતિ છે. ll૧૬ll ભાવાર્થ :પુણ્યપ્રકૃતિના બેતાલીસ ભેદો આ પ્રમાણે છે :
(૧) શાતા વેદનીય - મધના ચાટવાના જેવું શાતાવેદનીય છે અને શાતાવેદનના કારણભૂત એવું જે કર્મ તે શાતાવેદનીયકર્મ છે.
(૨) ઉચ્ચગોત્ર - ઉચ્ચજાતિ અને ઉચ્ચકુળની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ઉચ્ચગોત્રકમ છે.
(૩) મનુષ્યગતિનામકર્મ - મનુષ્યભવમાં મનુષ્યપર્યાયની પ્રાપ્તિનું કારણ બને તેવું જે કર્મ તે મનુષ્યગતિનામકર્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org