SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫o નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૫૦-૫૧ વળી, મોક્ષનું સુખ અનુપમ કેમ છે ? તેમાં મુક્તિ આપે છે – અનુમાનના અને ઉપમાનના લિંગની પ્રસિદ્ધિથી પ્રમાણપણું હોવાના કારણે અને ય–જે કારણથી, તે=મોક્ષના સુખની સિદ્ધિનું લિંગ અત્યંત અપ્રસિદ્ધ છે=જગતમાં ક્યાંય પ્રસિદ્ધ નથી, તે કારણથી, અનુપમ કહેવાયું છે=મોક્ષનું સુખ અનુપમ કહેવાયું છે. આશય એ છે કે અનુમાન અને ઉપમાન પ્રમાણ લિંગ દ્વારા સાધ્યના ગમક બને છે અને સંસારમાં ક્યાંય પણ મોક્ષના સુખને બતાવનાર લિંગ પ્રસિદ્ધ નથી. તેથી ફલિત થાય છે કે સંસારના સર્વ સુખોથી અતિશય સુખ મોક્ષમાં છે માટે મોક્ષનું સુખ અનુપમ છે=ઉપમા ન આપી શકાય એવું છે. (૩૧) અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં સુખ છે એ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે અરિહંત ભગવંતોને તે મોક્ષનું સુખ પ્રત્યક્ષ છે, અને તેઓના વડે મોક્ષનું સુખ કહેવાયેલું છે. આથી મોક્ષમાં સુખ છે, એમ ગ્રહણ કરાય છે; અને પ્રાજ્ઞ પુરુષ વડે છમસ્થની પરીક્ષાથી મોક્ષનું સુખ ગ્રહણ કરાતું નથી. (૩૨) પંચસૂત્રમાં પણ મોક્ષના સુખનું વર્ણન આ પ્રમાણે છે – सव्वसत्तुक्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सब्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खा तं, भावसत्तुक्खयादितो । (पंचसूत्र-५) સર્વ શત્રુઓનો ક્ષય થયે છત, સર્વ વ્યાધિઓનો નાશ થયે છત, સર્વ અર્થોના સંયોગથી=સર્વ ઇષ્ટની પ્રાપ્તિના સંયોગથી, સર્વ ઇચ્છાઓની પૂર્તિથી જેવા પ્રકારનું આસુખ થાય છે તેવા પ્રકારનું સિદ્ધનું સુખ છે. આથી તે સિદ્ધનું સુખ, અનંતગણું જ છે; કેમ કે ભાવશત્રુઓનો ક્ષયાદિ થયેલ છે. આપના અવતરણિકા : આ નવતત્વના જ્ઞાનથી શું પ્રાપ્ત થાય છે, તે બતાવવાં અર્થે કહે છે – ગાથા : जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहतो, अयाणमाणेऽवि सम्मत्तं ।।५१।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy