SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૮ ૩૯ બળથી જીવે છે, તેથી ગાથા-૭માં દસ પ્રાણ કયા છે અને કોને કેટલા પ્રાણ હોય તે બતાવ્યું. આ રીતે સંક્ષેપથી જીવતત્વનો બોધ કરાવ્યો. હવે ક્રમપ્રાપ્ત અજીવતત્વના ચૌદ ભેદો બતાવે છે – ગાથા : धम्माधम्मागासा, तिय-तिय-भेया तहेव अद्धा य । खंधा देस पएसा, परमाणु अजीव चउदसहा ।।८।। ગાથાર્થ : ધર્મ, અધર્મ અને આકાશના ત્રણ ત્રણ ભેદો તથા અદ્ધા-કાળ અર્થાત્ કાળનો એક ભેદ, અને અંઘ, દેશ, પ્રદેશ અને પરમાણુ પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર ભેદો છે. આ રીતે અજીવ તત્વના ચૌદ ભેદો છે. IIટll ભાવાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુલાસ્તિકાય એમ કુલ પાંચ અજીવ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે એક એક દ્રવ્ય છે, કાળ એક સમયરૂપ એક દ્રવ્ય છે, અને પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણેયના દરેકના ત્રણ ત્રણ ભેદો છે : (૧) સ્કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ. તેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશાત્મક એક એક દ્રવ્ય છે, અને આકાશાસ્તિકાય અનંતા પ્રદેશાત્મક એક દ્રવ્ય છે. આ ત્રણે દ્રવ્યોના વિવક્ષાથી સ્કંધ, દેશ, પ્રદેશ એમ ત્રણ ભેદ કહેલ છે. કાળ એક સમયરૂપ એક દ્રવ્ય છે અને ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ અનંત દ્રવ્ય છે. છતાં વર્તમાનમાં એક સમયરૂપ કાળનો એક જ ભેદ છે. પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. વિવક્ષાથી=આ પ્રકારના ભેદ પાડવાની દૃષ્ટિથી, પુદ્ગલોના ચાર ભેદ કહેલ છે. (૧) સ્કંધ (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy