SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦૧ पिता पुत्रः पौत्रश्च भवति । पुत्रो भूत्वा पिता भ्राता पौत्रश्च भवति । पौत्रो भूत्वा पिता पुत्रश्च भवति । भर्ता भूत्वा दासो भवति । दासो भूत्वा भर्ता भवति । मित्रं भूत्वा शत्रुर्भवति, शत्रुर्भूत्वा मित्रं भवति, पुमान् भूत्वा स्त्री भवति नपुंसकं च, स्त्री भूत्वा पुमान् नपुंसकं च भवति, नपुंसकं भूत्वा स्त्री पुमांश्च भवतीति एवं चतुरशीतियोनिप्रमुखशतसहस्रेषु राग-द्वेष-मोहाभिभूतैर्जन्तुभिरनिवृत्तविषयतृष्णैरन्योन्यभक्षणाभिघातबन्धाभियोगाक्रोशादिजनितानि तीव्राणि दुःखानि प्राप्यन्ते, अहो द्वन्द्वारामः कष्टस्वभावः संसार इति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः संसारभयोद्विग्नस्य निर्वेदो भवति, निर्विण्णश्च संसारप्रहाणाय घटत इति संसारानुप्रेक्षा ।।३।। (તત્ત્વાર્થસૂત્ર મ. ૨, સૂ. ૭, ભાષ્ય) અનાદિ સંસારમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં ચક્રની જેમ પરિવર્તન પામતા જીવને સર્વ જીવો સ્વજન છે અને પરજન છે. સંસારી જીવના સર્વ જીવો સ્વજન અને પરજન કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -- આ જીવો સ્વજન છે અને આ જીવો પરજન છે, એવી વ્યવસ્થા નથી; કેમ કે જે માતા થાય છે તે જ જીવ અન્ય ભવમાં બહેન, પત્ની અને પુત્રી થાય છે. વળી, બહેન થઈને માતા, પત્ની અને પુત્રી થાય છે. વળી, પત્ની થઈને બહેન, પુત્રી અને માતા થાય છે. વળી, પુત્રી થઈને માતા, બહેન અને પત્ની થાય છે. વળી, પિતા થઈને ભાઈ, પુત્ર અને પૌત્ર થાય છે. વળી, ભાઈ થઈને પિતા, પુત્ર અને પૌત્ર થાય છે. વળી, પુત્ર થઈને પિતા, ભાઈ અને પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા અને પુત્ર થાય છે. સ્વામી થઈને દાસ થાય છે, દાસ થઈને સ્વામી થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. શત્રુ થઈને મિત્ર થાય છે. પુરુષ થઈને સ્ત્રી કે નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ કે નપુંસક થાય છે. નપુંસક થઈને સ્ત્રી કે પુરુષ થાય છે. આ રીતે ૮૪ લાખ યોનિમાં રાગ-દ્વેષ અને મોહથી અભિભૂત અને નિવર્તન નહિ પામેલી વિષયોની તૃષ્ણાવાળા જીવો વડે, પરસ્પર ભક્ષણ, અભિઘાત, બંધ, અભિયોગ, આક્રોશ આદિ જનિત તીવ્ર દુઃખો પ્રાપ્ત કરાય છે. ખેદની વાત છે કે કંઠનું સ્થાન કષ્ટ સ્વભાવવાળો સંસાર છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ, અને આ રીતે સંસારના ચિંતવનથી સંસારથી ભય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy