________________
નવતત્વ પ્રકરણ | ગાથા-૪૨-૪૩
૧૩૧ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ ગાથા-૪૦થી ૪રમાં બતાવ્યું, એ સ્થિતિબંધનું માન છે. જરા
(૯) “મોક્ષતત્ત્વ”નું વર્ણન (ગાથા-૪૩થી ૫૦) અવતરણિકા -
ગાથા-૩૭માં બંધતત્વના નિરૂપણનો પ્રારંભ કરેલ, અને તે બંધાતાં કર્મો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપ છે, તેમ ગાથા-૩૭માં બતાવેલ. ત્યારપછી તે પ્રકૃતિ બતાવવાને અર્થે કર્મોની મૂળ પ્રકૃતિ કેટલી છે, તે સંક્ષેપથી બતાવ્યું અને ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા બતાવી. તેમ બતાવીને કર્મોની પ્રકૃતિનું વક્તવ્ય પૂર્ણ કર્યું. ત્યારપછી આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સ્થિતિ કેટલી છે તે બતાવ્યું અને પ્રદેશબંધ અને રસબંધનું વિશેષ વર્ણન અન્યત્ર પ્રસિદ્ધ છે તેથી અહીં તેનું વર્ણન ગ્રંથકારે કરેલ નથી. આ રીતે બંધ તત્વને પૂર્ણ કરીને હવે મોક્ષતત્વને બતાવે છે. મોક્ષતત્વની વિચારણા કરવા માટે દ્વારગાથા બતાવે છે – ગાથા :
संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग भाव अप्पाबडं चेव ।।४३।।
ગાથાર્થ –
સપદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબદુત્વ. ll૪all ભાવાર્થ -
(૧) સત્પદપ્રરૂપણા દ્વાર :- સત્પદપ્રરૂપણામાં સિદ્ધના જીવો છે કે નહિ તેની વિચારણા સત્પદથી કરાય છે.
(૨) દ્રવ્યપ્રમાણ દ્વાર :- સિદ્ધના જીવો સંખ્યાથી કેટલા છે, તેનું પ્રમાણ આ દ્વારમાં બતાવવામાં આવે છે.
(૩) ક્ષેત્ર દ્વાર :- સિદ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં અવગાહીને રહેલા છે, તેની વિચારણા ક્ષેત્ર દ્વારમાં કરવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org