________________
૪૨
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૯-૧૦
અને જીવોને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશ છે. પુગલના ચાર પ્રકાર છે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ ચાર પ્રકારના જાણવા. II૯-૧૦II
ભાવાર્થ :
જીવાદિ સાત તત્ત્વોમાંથી અજીવ તત્ત્વના ચૌદ ભેદો બતાવ્યા, અને તે ચૌદ ભેદોના વિષયભૂત અજીવ દ્રવ્યો પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ પાંચ અજીવ દ્રવ્યો છે.
ધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. ગતિ કરવાના અને સ્થિર થવાના સ્વભાવવાળા જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરવાના સ્વભાવવાળું ધર્માસ્તિકાય દ્રવ્ય છે.
અધર્માસ્તિકાય દ્રવ્ય અરૂપી છે. ગતિ કરવાના અને સ્થિર થવાના સ્વભાવવાળા જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં સહાય કરવાના સ્વભાવવાળું અધર્માસ્તિકાય દ્રવ્ય છે.
આકાશાસ્તિકાય દ્રવ્ય રૂપી છે. જીવ અને પુદ્ગલને અવગાહન આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય છે. અહીં પુદ્ગલ અને જીવને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય કહ્યું છે. વસ્તુત: તત્ત્વાર્થ સૂત્ર અ. ૫, સૂ. ૧૮માં ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યોને અવગાહના આપવાના સ્વભાવવાળું આકાશાસ્તિકાય દ્રવ્ય બતાવેલ છે.
પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. પુદ્ગલ દ્રવ્ય ચાર પ્રકારનું છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપે ચાર પ્રકારના જાણવા. વસ્તુતઃ પુદ્ગલ સ્કંધરૂપે પણ અનંતા છે, તોપણ તે સર્વ સ્કંધોને “સ્કંધ' શબ્દથી ગ્રહણ કરેલ છે, અને તે સ્કંધનો એક ભાગ તેને દેશથી ગ્રહણ કરેલ છે અને સ્કંધમાં રહેલો સૌથી નાનો અંશ તેને પ્રદેશથી ગ્રહણ કરેલ છે, અને સ્કંધથી પૃથગુભૂત અવસ્થામાં રહેલ નાનામાં નાનો અવિભાજ્ય અંશરૂપ પ્રદેશ તેને પરમાણુથી ગ્રહણ કરેલ છે, તેથી પુદ્ગલને ચાર પ્રકારના કહેલ છે. વાસ્તવિક રીતે પરમાણુ પણ સંખ્યાથી અનંતા છે અને સ્કંધો પણ સંખ્યાથી અનંતા છે, અને સ્કંધોના દેશ અને પ્રદેશો સ્કંધથી પૃથગુ નથી. fl૯-૧૦|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org