________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧
૧૩
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈક સમ્યગ્દષ્ટિ જીવ અવિરતિનું પારમાર્થિક સ્વરૂપ જાણીને, અવિરતિ પ્રત્યે અત્યંત જુગુપ્સાવાળા થાય અને વિરતિ પ્રત્યેનો પક્ષપાત એ રીતે સ્થિર કરવા યત્ન કરે, જેથી સર્વવિરતિ ગ્રહણ કરે ત્યારે અવિરતિના સંસ્કારો જાગૃત થાય નહિ ત્યારે વિરતિ પ્રત્યેના પક્ષપાતથી પડેલા સંસ્કારો સર્વ ઉચિત પ્રવૃત્તિના અને સાવઘની નિવૃત્તિના કારણ બને.
અવિરતિના સંસ્કારોનો રોધ કરવો અતિદુષ્કર હોવાથી ભગવાને શ્રાવકધર્મની તુલનાપૂર્વક સર્વવિરતિ ગ્રહણ કરવાની વિધિ બતાવેલ છે.
શ્રાવકધર્મની ક્રિયા એટલે અંશથી અવિરતિના રોધને અનુકૂળ યત્ન, અને ઉત્તર ઉત્તરના અવિરતિ અંશનો રોધ કરીને સર્વવિરતિની શક્તિસંચયની ક્રિયા.
વળી, વિરતિનો અર્થ એવો સમ્યગ્દષ્ટિ જીવ, શ્રાવકધર્મ પાળીને સર્વવિરતિનો શક્તિસંચય થાય ત્યારે સર્વવિરતિ ગ્રહણ કરે, જેથી સર્વવિરતિ ગ્રહણ કરતી વખતે કરાયેલી પ્રતિજ્ઞાને અનુકૂળ સંવરભાવ પ્રગટે.
સંપૂર્ણ અવિરતિના રોધનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળું માનસ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એટલે મનની, વચનની કે કાયાની કોઈપણ પ્રવૃત્તિ મોક્ષના ઉપાય સિવાય અન્યત્ર ન વર્તે. તેથી સાધુ સદા ગુપ્ત થઈને શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિમાં યત્ન કરે છે. વળી શાસ્ત્રઅધ્યયન અને ધ્યાનાદિની ક્રિયાથી સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ અને તત્ત્વજ્ઞાનના સંસ્કારો આત્મા ઉપર સ્થિર થાય છે.
વળી, દેહના નિર્વાહ અર્થે કે અન્ય કોઈ સંયમના અનુષ્ઠાનના સેવન અર્થે ગમનાદિનું પ્રયોજન હોય તો શાસ્ત્રના વચનના સ્મરણપૂર્વક ઉચિત વિધિ અનુસાર સાધુ પ્રવૃત્તિ કરે તો સર્વવિરતિનો પરિણામ રહી શકે. તેથી સાધુ ગમનાગમનની સર્વ ચેષ્ટા કંટક આકીર્ણ ભૂમિમાં જતા પુરુષની જેમ કરે છે, તેથી પોતાની ગમનાગમનની ચેષ્ટાથી કોઈ જીવનો વધ ન થાય, તેવો યતનાનો પરિણામ વર્તે છે.
સર્વવિરતિના પરિણામને સ્થિર કરવા અર્થે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આત્મામાં ઉત્સુકતા ન રહે તે રીતે તત્ત્વનું ભાવન સ્થિર કરવું જોઈએ, જેથી મોક્ષના પ્રયોજન સિવાય કોઈ બાહ્ય પદાર્થોને જોવાની કે જાણવાની જિજ્ઞાસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org