________________
૬૮
નવતત્વ પ્રકરણ | ગાથા-૧૮-૧૯
તેવો હાડકાંવાળો બાંધો તે સેવાર્તસંહનન કહેવાય છે, અને તેવો બાંધો અપાવનાર કર્મ તે સેવાર્તસંવનનનામકર્મ છે.
(૭૩) અશુભવિહાયોગતિ - પાદાદિ દ્વારા આકાશથી ગતિ=એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવારૂપ ગતિ, તે વિહાયોગગતિ; અને તેનું કારણ એવું જ કર્મ તે વિહાયોગગતિનામકર્મ છે, જે બેન્દ્રિય આદિ જીવોની ગમનક્રિયાનો હેતુ છે. જેમની ચાલવાની પદ્ધતિ અરમ્ય હોય તે અશુભવિહાયોગગતિનામકર્મનું કાર્ય છે.
(૭૪ થી ૭૮) સંસ્થાનનામકર્મ - જીવોને વિશિષ્ટ અવયવની રચનાવાળા શરીરની આકૃતિ જે કર્મના ઉદયથી થાય તે સંસ્થાનનામકર્મ. ન્યગ્રોધપરિમંડળ આદિ પાંચેય સંસ્થાન પાપપ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થાય છે.
(૭૪) ચગ્રોધપરિમંડળસંસ્થાનનામકર્મ - ન્યગ્રોધ =વડવૃક્ષ તેની જેમ નાભિની ઉપરનો ભાગ લક્ષણયુક્તહોય અને નીચેનો ભાગ લક્ષણરહિત હોય તે ન્યગ્રોધપરિમંડળસંસ્થાન છે, અને તે ન્યગ્રોધ પરિમંડળસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે ન્યગ્રોધ પરિમંડળસંસ્થાનનામકર્મ છે.
(૭૫) સાદિસંસ્થાનનામકર્મઃ નાભિની નીચેનો ભાગ લક્ષણયુક્ત હોય અને ઉપરનો ભાગ લક્ષણરહિત હોય તે સાદિસંસ્થાન, અને તે સાદિસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે સાદિસંસ્થાનનામકર્મ.
(૭૬) વામન સંસ્થાનનામકર્મ :- હાથ, પગ, મસ્તક અને કટિ એ ચાર લક્ષણરહિત, હોય અને ઉદર વગેરે લક્ષણયુક્ત હોય તે વામનસંસ્થાન, અને તે વામન સંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે વામન સંસ્થાનનામકર્મ.
(૭૭) કુન્નસંસ્થાનનામકર્મ :- હાથ, પગ, શિર અને ગ્રીવા પ્રમાણયુક્ત હોય, અને ઉર (સાથળ) અને ઉદર આદિ પ્રમાણ વગરના હોય તે કુમ્ભસંસ્થાનન. અને તે કુન્નસંસ્થાનની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે કુલ્ફસંસ્થાનનામકર્મ.
(૭૮) હુડકસંસ્થાનનામકર્મ :- શરીરનાં સર્વ અંગો લક્ષણરહિત હોય તે હુડકસંસ્થાન. અને તેની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે હુડકસંસ્થાનનામકર્મ.
(૭૯ થી ૮૨) વર્ણાદિ ચતુષ્ક :- જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં કૃષ્ણાદિ પાંચ પ્રકારના વર્ણની પ્રાપ્તિમાં કારણ એવું જે કર્મ તે વર્ણનામકર્મ છે. જીવને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org