________________
૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે, તેથી તેઓને રાગાદિ ચોરટાઓ ક્યારેય બાધક થતા નથી પરંતુ તે મહાત્માઓ તે ચિત્તસૌંદર્યને કારણે સતત સ્વભૂમિકાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને રાગાદિ ચોરટાની શક્તિને ક્ષીણ ક્ષીણતર કરે છે. વળી તે નગરમાં રહેનારા મહાત્માઓ સ્વશક્તિઅનુસાર તપાદિમાં ઉદ્યમ કરનારા છે, તેથી ક્ષુધા-પિપાસા આદિ તેઓને બાધ કરતી નથી, તેથી તેઓનું ચિત્ત રમ્ય હોવાને કારણે કોઈક વિષમ સંયોગમાં સુધા, તૃષા દેહમાં વર્તતી હોય તોપણ તેવા મહાત્માઓનું ચિત્ત તત્ત્વથી વાસિત હોવાને કારણે ક્યારેય ક્ષોભ પામતું નથી. તેથી ધીર પુરુષો તેવા ચિત્તવાળા જીવોને સર્વ ઉપદ્રવ વગરના માને છે; કેમ કે જીવને સર્વથી અધિક ઉપદ્રવકારી સુધા, પિપાસા આદિ ભાવો છે અને જેઓ ભગવાનના વચનથી ભાવિત છે તેઓને તે ભાવો પણ પ્રાયઃ બાધ કરતા નથી. વળી, તેઓનું ચિત્ત તત્ત્વને જોનારું હોવાથી સદા તેઓ સ્વભૂમિકાનુસાર નવું નવું શ્રતઅધ્યયન, જિનવચનના પારમાર્થિક સ્વરૂપથી આત્માનું ભાવન અને શક્તિ અનુસાર ચારિત્રની આચરણા કરીને જ્ઞાનાદિનું ભાજન થાય છે. વળી, તે નગરમાં વસનારા જીવો સદા તત્ત્વને જાણવા માટે યત્નવાળા હોવાથી આત્મકલ્યાણનું કારણ બને તેવી સર્વ કળાઓમાં કુશળ છે તેથી તે નગર સિવાય અન્યત્ર કળાઓ વિદ્યમાન નથી. વળી, જેઓનું ચિત્ત સુંદર વર્તે છે, તેઓમાં ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, વિર્યાદિ ગુણો પ્રગટ થાય છે, કેમ કે તેવા મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોવાથી અતિ ઉદાર પ્રકૃતિવાળા હોય છે. ગંભીરતાપૂર્વક હિતાહિતનો વિચાર કરનારા હોય છે. આત્મહિતને અનુકૂળ ધીરતાપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે અને પોતાના શત્રુભૂત કષાયોને નાશ કરવા માટે મહાધર્યવાળા હોય છે. આથી ચિત્તસૌંદર્યનગરમાં રહેલા જીવો સર્વપ્રકારના ગુણોનું સ્થાન છે એમ કહેવાયું છે. વળી, જેઓનું ચિત્ત સુંદર વર્તે છે, તે ધન્ય જીવો હંમેશાં સ્વભૂમિકાનુસાર ધર્મનું સેવન કરીને કષાયોની શક્તિને ક્ષીણ કરે છે. તેથી તેઓમાં ઉત્તરોત્તર વિશિષ્ટ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. આથી તે જીવો અંતરંગ ગુણસંપત્તિથી પણ સુખી હોય છે અને બહિરંગ પુણ્યપ્રકૃતિને કારણે પણ સુખી વર્તે છે. વળી જેઓમાં વિવેક પ્રગટેલો છે તેવા જીવો અંતરંગ રીતે સુખી હોવાથી ક્યારેય પણ તે સુંદર ચિત્તનો નાશ ન થાય તેવો યત્ન કરનારા હોય છે, તેથી તે નગર જીવોના કલ્યાણની પરંપરાનો હેતુ છે. આથી તે નગરમાં વસનારા જીવોને ઉપદ્રવો થતા નથી. પરંતુ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી અને કષાયોની મંદતાથી સુખની પરંપરાની જ વૃદ્ધિ થાય છે. બધા ગુણોથી તે નગર ભૂષિત છે. આથી પુણ્યવાળા જીવોને સદા આનંદવાળું એવું ચિત્તનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. મંદભાગ્યવાળા જીવો માટે તેનું ચિત્તસૌંદર્ય અત્યંત દુર્લભ હોય છે. આથી જ ભારે કર્મી જીવો ક્યારેય ચિત્તની સુંદરતાને જાણવા પણ સમર્થ બનતા નથી. ક્લેશમાં જ તેઓની પ્રીતિ વર્તે છે. તેથી વર્તમાનમાં ક્લેશ કરીને દુઃખી થાય છે અને દુઃખની પરંપરાને પામે છે.
___ शुभपरिणामो राजा तत्र च नगरेऽस्ति हितकारी सर्वलोकानां, कृतोद्योगो दुष्टनिग्रहे, दत्तावधानः शिष्टपरिपालने, परिपूर्णः कोशदण्डसमुदयेन शुभपरिणामो नाम राजा