________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને જે કારણથી ત્યાં=તે નગરમાં, વસતા ધન્ય જીવોને ઉત્તરોત્તરના ભાવથી=અધિક અધિક ચિત્તના સૌંદર્યના ભાવથી, વિશિષ્ટ સુખપદ્ધતિ સંપ્રવર્ધમાન થાય છે. II૫।।
શ્લોક ઃ
न च संपद्यते तस्याः, प्रतिपातः कदाचन ।
कल्याणपद्धतेर्हेतुरतस्तन्नगरं मतम् ।।६।।
શ્લોકાર્થ ઃ
અને તેનાથી=વિશિષ્ટ સુખપદ્ધતિથી, ક્યારેય પ્રતિપાત થતો નથી. આથી=સર્વ સુખનું ખાણ તે નગર છે આથી, કલ્યાણપદ્ધતિનો હેતુ તે નગર મનાયું છે. II9
શ્લોક ઃ
सर्वोपद्रवनिर्मुक्तं, समस्तगुणभूषितम् ।
कल्याणपद्धतेर्हेतुर्यत एव च तत्पुरम् ।।७।।
૨૩
શ્લોકાર્થ :
અને જે કારણથી જ સર્વ ઉપદ્રવોથી રહિત, સમસ્ત ગુણોથી ભૂષિત, કલ્યાણપદ્ધતિનો હેતુ તે નગર છે. IIII
શ્લોક ઃ
अत एव सदानन्दं, तत्सपुण्यैर्निषेवितम् ।
नगरं चित्तसौन्दर्य, मन्दभाग्यैः सुदुर्लभम् ।।८।।
શ્લોકાર્થ :
આથી જ સદા આનંદવાળું સપુણ્યવાળા જીવોથી તે ચિત્તસૌંદર્યનગર સેવાયું છે. મંદભાગ્યવાળા જીવો વડે તે નગર દુર્લભ છે. IIII
ભાવાર્થ:
કુમારના વૈશ્વાનરની સાથેના મૈત્રીના ત્યાગ માટે જિનમતને જાણનારા ઉપાય બતાવતાં ચિત્તસૌંદર્ય નામનું નગર બતાવે છે. જે જીવો સદા સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, સંસારથી અતીત મોક્ષ અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેને જાણનારા છે અને વીતરાગના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ દૃઢપ્રણિધાનપૂર્વક કરનારા છે, તે જીવોને ચિત્તસૌંદર્યની પ્રાપ્તિ થાય છે અને જેઓનું ચિત્ત તેવું સુંદર થયેલું છે તે જીવો પુણ્યકર્મવાળા છે. અર્થાત્ સ્વશક્તિઅનુસા૨ જિનમતના આચારને દૃઢપ્રણિધાનપૂર્વક સેવનારા