________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
વ્યતિકર કહ્યો ત્યારપછી, બુદ્ધિનાડીના સંચારથી=શ્રુતબુદ્ધિના ઉપયોગથી, નિરૂપણ કરીને-નિર્ણય કરીને તેના વડે=સિદ્ધિપુત્ર વડે, કહેવાયું. હે મહારાજ ! અહીં=કુમારના વિષયમાં, અન્ય કોઈ ઉપાય વિદ્યમાન નથી. આમાં=કુમારના વિષયમાં, એક જ ઉપાય વિદ્યમાન છે. અને આ ઉપાય પ્રાયઃ દુર્લભ છે. પિતા વડે કહેવાયું, તે કેવા પ્રકારનો છે. હે આર્ય કહો !
૨૧
ભાવાર્થ :
નંદિવર્ધનકુમારને વૈશ્વાનર સાથે ગાઢ મૈત્રી થયેલ છે. ત્યારે બીજી બાજુ પિતાએ તેના કલાઅભ્યાસવિષયક ઉચિત પ્રયત્નને જાણવા માટે વિશ્વસનીય એવો એક નાની ઉમરનો બાળક નિયોગ કરેલો જે અતિબુદ્ધિમાન છે અને કુમાર સાથે સદા પરિચય રાખીને તેનો કલાઅભ્યાસ કઈ રીતે ચાલે છે તે સર્વનું અવલોકન કરે છે. બુદ્ધિધન એવો તે વિદુર કુમારની સર્વચેષ્ટાઓને નિર્ણય કરીને અન્ય કોઈ ઉપાય નહીં હોવાથી રાજાને વસ્તુસ્થિતિ કહે છે. આ રીતે કુમાર અતિચંડસ્વભાવવાળો થયો છે તે સર્વ વ્યતિક૨ને જાણીને રાજા ચિંતિત થાય છે, તેથી કલાચાર્યને વિવેકપૂર્વક બોલાવે છે, કુમારના અભ્યાસ વિષયક ઉચિત પૃચ્છા કરે છે. કલાચાર્ય પણ કુમારે કઈ રીતે સર્વ કાળાઓ હસ્તગત કરી છે તે સર્વ યથાર્થથી કહે છે અને કુમારનું પુણ્ય અત્યંત તીવ્ર હોવાથી અલ્પ પ્રયાસથી સર્વ કળાઓમાં નિપુણ થયેલ છે તોપણ તેના અતિચંડ સ્વભાવને કારણે તેની સર્વકળા નિષ્ફળ પ્રાયઃ છે, એ પ્રકારે જ્યારે કલાચાર્ય કહે છે ત્યારે રાજા ચિંતિત થાય છે અને કુમારને બોલાવીને તેને ઉચિત શિક્ષા આપવાનો વિચાર કરે છે. પરંતુ નિપુણપ્રજ્ઞાવાળા વિદુર રાજાને કહે છે કે કુમારને માટે વૈશ્વાનરની મૈત્રીનો ત્યાગ કરાવવો અશક્ય પ્રાયઃ છે, માટે કંઈક પ્રયત્ન કરવા જતાં મોટા અનર્થ થવાથી સંભાવના છે; કેમ કે અતિક્લિષ્ટભાવોથી કુમાર વાસિત છે, તેથી તેનો ચંડસ્વભાવનો ત્યાગ કરાવવો સર્વથા અશક્ય છે તેવું વિદુરને જણાય છે; છતાં વિદુર કહે છે કે હે રાજન ! આ નગરમાં કોઈક જિનમતના જાણનારા સિદ્ધપુત્ર છે તે જ આનો ઉપાય બતાવી શકે તેમ સંભવે છે, તે સિવાય નંદિવર્ધનને વૈશ્વાનરથી દૂર કરવો શક્ય નથી. તેથી રાજા સિદ્ધપુત્રને બોલાવે છે અને સિદ્ધપુત્ર દુષ્કર પણ એક ઉપાય છે એમ કહીને શું કહે છે તે હવે પછી બતાવે છે.
चित्तसौन्दर्यमहानगरवर्णनम्
जिनमतज्ञेनाभिहितं - महाराज ! आकर्णय, अस्ति रहितं सर्वोपद्रवैर्निवासस्थानं समस्तगुणानां, कारणं कल्याणपरम्पराया, दुर्लभं मन्दभागधेयैश्चित्तसौन्दर्यं नाम नगरं,
ચિત્તસૌંદર્યમહાનગરનું વર્ણન
જિનમતને જાણનારા એવા સિદ્ધપુત્ર વડે કહેવાયું, મહારાજા સાંભળો !
સર્વ ઉપદ્રવોથી રહિત, સમસ્ત ગુણોનું નિવાસસ્થાન, કલ્યાણની પરંપરાનું કારણ, મંદભાગ્યવાળા જીવો વડે દુર્લભ એવું ચિત્તસૌંદર્ય નામનું નગર છે, તથા=િતે આ પ્રમાણે –