________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
એવા બે અક્ષરો પણ કોઈ બોલી શકતું નહીં, તો પછી માણસને તો મારીશ - કે માર કહી જ કોણ શકે?
એકવાર રાજાએ “હિંસાના કારણભૂત સાત વ્યસનો છે' એમ ચિંતવી માટીના માણસોની સાત આકૃતિ તૈયાર કરાવી. તેમના મુખે મસિ ચોપડી તેમને ગધેડે બેસાડી તેમની આગળ હલકા વાજિંત્રો-ફૂટેલાં ઢોલ વગડાવી નગરના ચોર્યાસી ચૌટે ફેરવ્યા. મારણ-તાડણપૂર્વક તિરસ્કાર કરી તે સાતે પુતળા પોતાના નગરમાંથી જ નહિ દેશમાંથી પણ બહાર કાઢ્યાં. લોકોને સમજાવ્યું કે સર્વ અનર્થનું મૂળ વ્યસનો છે. તે સાતે વ્યસનોને આપણે કાઢી મૂક્યાં છે. આ જાણી જનતા સ્વસ્થ થઈ, પાપથી દૂર અને ધર્મમાં સાવધાન થઈ. શ્રી કુમારપાળ મહારાજાના આત્મામાં તાણા-વાણાની જેમ જીવદયા વણાઈ ગઈ હતી. તેના વૃત્તાંતો શ્રી જિનમંડનસૂરિજી રચિત કુમારપાલ ચરિત્રમાંથી જાણી શકાય છે.
શ્રી કુમારપાલ મહારાજાની કથાનો મહિમા વચનાતીત છે. જેણે સ્વયં દયાવ્રત સ્વીકારી જગતને દયામય બનાવ્યું.
(આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, માળવા આદિ દેશોમાં અહિંસાની પ્રતિષ્ઠા દેખાય છે. જે બીજા દેશોની અપેક્ષાએ ત્યાં દયાની લાગણી અને ત્યાંની પ્રજા શાકાહારી દેખાય છે એ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત અને કુમારપાળ મહારાજાનો પ્રતાપ છે.)
૩. મુનિની અપેક્ષાએ શ્રાવકની દયા (સવા વિશ્વા) પૂજય પુરુષોએ પહેલા (દયા) વ્રતમાં ગૃહસ્થ શ્રાવકોને મુનિની અપેક્ષાએ સવાવિશ્વા દયા જણાવેલી છે, વધારે નહીં. સવા વિશ્વા દયા પૂર્વાચાર્યોએ આ પ્રમાણે બતાવી છે.
थूला सुहुमा जीवा संकप्पारंभओ भवे दुविहा ।
सावराह-निरवराहा, साविक्खा चेव निरविक्खा ॥ અર્થ:- સ્થૂલ અને સૂક્ષ્મ બે પ્રકારના જીવો સંકલ્પ અને આરંભ એમ બે પ્રકારે હણાય છે. તે જીવો અપરાધી તેમજ નિરપરાધી હોઈ તેમના બે પ્રકાર તથા તેમની હિંસા પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે થતી હોય છે. તેની સમજણ નીચે પ્રમાણે છે.
પ્રાણી સ્કૂલ અને સૂક્ષ્મ બે પ્રકારે હોય તેમની હિંસા પણ બે પ્રકારની થઈ. સ્થૂલ એટલે ત્રસ (હાલે ચાલે તે) અને સૂક્ષ્મ એટલે (હાલી ચાલી ન શકે તે, વૃક્ષાદિ) એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ
ઉ.ભા.-૨-૨