________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૧૮ ]
ઉપર ઉપર થાય છે. મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસતી નથી ઉપર ઉપર રહે છે, તો પણ અજ્ઞાની માની લે છે કે મારામાં અશુદ્ધતા પેસી ગઈ છે. આવી રીતે બે ભાગ છે કે દ્રવ્ય એ તેનું મૂળ તળ છે અને ઉ૫૨ ઉપ૨ પર્યાયો છે. જ્ઞાયક સ્વભાવ એવો છે કે તેના મૂળમાં અશુદ્ધતા થતી નથી, પણ તેની પરિણતિ અશુદ્ધરૂપે થાય છે અને એને પલટાવી શકાય છે.
મુમુક્ષુઃ- મિલનતા ઉપર ઉ૫૨ છે, પણ દ્રવ્ય જ હાથમાં નથી આવતું ?
બહેનશ્રી:- મૂળ તળ હાથમાં આવી જાય તો બધું સહેલું છે, બધા વિભાવભાવ ઉપ૨ ઉપ૨ તરે છે, તેથી મૂળ આત્માને જાણે કે હું અધિક (બધાથી જુદો ) જ્ઞાયક છું. જ્ઞાયક પોતે જ છે, બીજો નથી કે જેથી તેને (જાણવું ) દુષ્કર પડે. પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે તો હવે પોતા તરફ પરિણિત વળે તો મલિનતા છૂટી જાય અને ભેદજ્ઞાન થાય. ૧૮.
પ્રશ્ન:- આટલી આટલી ધગશ હોવા છતાં વર્તમાન કાર્ય થતું દેખાતું નથી-તો શું આ ધગશ ભાવિમાં કાર્યકારી થશે કે નહિ?
સમાધાનઃ- પોતાના ઊંડા સંસ્કાર હોય તો ભાવિમાં કાર્યકારી થાય. પોતે કારણ યથાર્થ આપ્યું હોય તો કાર્ય થાય જ, પણ કારણ ઉપર ઉપરથી આપે તો કાર્ય ન થાય. પોતે અંદરથી આ કરવું જ છે, આ કર્યે જ છૂટકો છે એવા ઊંડા દઢ સંસ્કાર નાખે તો ભાવિમાં કાર્યકારી થયા વગ૨ રહે જ નહિ. જો તેને યથાર્થ દેશના ગ્રહણ થઈ હોય તો ગમે ત્યારે અંદરથી પલટો ખાધા વગર રહેતો જ નથી. કોઈને વહેલું થાય ને કોઈને મોડું થાય, પણ તેને અનંતકાળ ન હોય. જેને ઊંડી રુચિ થઈ તેને કાળ મર્યાદિત થઈ જાય છે, સંસાર પરિત થઈ જાય છે. ૧૯.
પ્રશ્ન:- મુનિરાજ મુનિપણાની મર્યાદા છોડી વિશેષ બહાર જતા નથી, મર્યાદા છોડી વિશેષ બાર જાય તો પોતાની મુનિઠાશા જ ન રહે. તો મુનિરાજની કેવી મર્યાદા હોય ?
સમાધાનઃ- મુનિરાજ પોતાની મુનિદશાની મર્યાદા છોડી બહાર જતા નથી, આત્મામાં સાતમા ગુણસ્થાને અંતર્મુહૂર્તો અંદર જાય ને બહાર આવે, પાછા અંદર જાય ને બહાર આવે. તેઓ બહાર આવે ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરેના શુભ વિકલ્પ હોય છે. છતાં તેમાં પણ ઝાઝીવાર રોકાતા નથી, તરત અંતરમાં ચાલ્યા જાય છે. અંદર ક્ષણે ક્ષણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે. વિકલ્પની દશામાં–શુભભાવમાં ઝાઝીવાર રોકાતા નથી. તેઓ શાસ્ત્ર લખે છે તેમાં એટલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com