________________
ઈચ્છાકાર સામાચારી
चन्द्र. - नन्वत्र कुत्रापि नैगमनयस्याभिप्रायो न प्रतिपादितः, ततश्च जिज्ञासामि यदुत कस्तस्याभिप्राय इत्य आह नैगमनयस्य पुनः इत्यादि । शुद्धौ नैगमनयः सकलविशेषणविशिष्टमात्मानं सामाचारीं मन्यते । अशुद्धस्तु नैगमनयः एकविशेषणविशिष्टं विशेषणद्वयविशिष्टं विशेषणत्रयविशिष्टं वाऽऽत्मानं सामाचारीं मन्यते ।
प्रस्थकन्यायादिति । प्रस्थकः - धान्यादिप्रमाणनिश्चयार्थं उपयोगी साधनविशेषः । यथा प्रस्थकरचयिता ग्रामीणपुरुषः प्रस्थकरचनोपयोगिकाष्ठार्थं वनं व्रजन् केनचित् 'कुत्र गच्छसि' इति पृष्टः सन् 'प्रस्थकार्थं वनं गच्छामि' इति वदति । तत्र गत्वा वृक्षं छिन्दन् केनचित् 'किं करोषि' इति पृष्टः सन् "प्रस्थकार्थं वृक्षं छिनद्म" इति वदति । काष्ठं छित्त्वा गृहमागत्य प्रस्थकाकारं कुर्वन् केनचित् पृष्टः सन् “प्रस्थकार्थं आकारं करोमि " इति वदति। एवं यावत् प्रस्थकः न समुत्पद्यते, तावत् प्रस्थकस्यैव रचनादिरूपं व्यवहारं करोति स ग्रामीणः । एष सर्वोऽपि नैगमनयः कथ्यते । एवमत्रापि इच्छाकारादिकं समाचरन्तमात्मानं, उपयुक्तं तादृशमात्मानं, सुसंयतं तादृशमात्मानं, त्रिगुप्तं तादृशमात्मानं, सावद्ययोगविरतं च तादृशमात्मानं सामाचारीं मन्यते इति भावः ।
(શિષ્ય : કુલ સાત નયો છે. એમાંથી તમે સંગ્રહાદિ છ નયોની માન્યતા તો બતાવી. પણ નૈગમનયની માન્યતા શું છે ? એ તો કહ્યું નહિ. તો કહો ને ? નૈગમનય શું માને છે ?)
ગુરુ : નૈગમનય બે પ્રકા૨નો છે. શુદ્ધ અને અશુદ્ધ. એટલે જે શુદ્ધ નૈગમનય છે એ એવંભૂતનયની માન્યતાને અનુસરે છે. એટલે શુદ્ધ નૈગમનય પ્રમાણે પાંચેય વિશેષણોથી વિશિષ્ટ એવો આત્મા એ સામાચારી બનશે.
અને અશુદ્ધ નૈગમનય અનેક પ્રકા૨નો છે. એમાં કોઈક અશુદ્ધ નૈગમનય આચરણ + ઉપયુક્ત એ બે વિશેષણોથી વિશિષ્ટ આત્માને સામાચારી માને છે. એના કરતાં કંઈક શુદ્ધ એવો અશુદ્ધ નૈગમનય આચરણ +ઉપયુક્ત+સુસંયત એમ ત્રણ વિશેષણથી યુક્ત આત્માને સામાચારી માને છે. એના કરતા વધારે શુદ્ધ એવો અશુદ્ધ નૈગમનય ચાર વિશેષણથી યુક્ત આત્માને સામાચારી માને છે.
(શિષ્ય : એક જ વ્યક્તિની એક જ વિષયમાં તો એક જ પ્રકારની માન્યતા હોય ને ? એક વ્યક્તિ એક જ વિષયમાં જુદી જુદી અનેક પ્રકારની માન્યતા ધરાવે એ તો યોગ્ય નથી લાગતું. બાકીના છ નયો આ વિષયમાં સ્પષ્ટ પોતપોતાની એક જ માન્યતાવાળા છે. નૈગમ તો એકલો જ ચાર-પાંચ માન્યતાઓ ધરાવે એ શી રીતે યોગ્ય ગણાય ?)
ગુરુ : આ વાત તારે પ્રસ્થકન્યાયથી જાણવા યોગ્ય છે. જેમ અત્યારે અનાજના વેપારી વગેરેની પાસે ૫૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ વગેરે ચોક્કસ માપનું જ અનાજ સમાય એવા માપીયા હોય છે. અને એ માપીયાથી તેઓ અનાજ આપતા હોય છે. એમ પૂર્વકાળમાં આવા માપીયાઓ લાકડામાંથી બનતા અને એ પ્રસ્થક તરીકે ઓળખાતા.
એ પ્રસ્થક બનાવનાર કઠિયારો એનું લાકડું લેવા જંગલમાં જતો હોય અને કોઈક પૂછે કે ‘શા માટે જંગલ બાજુ જાય છે ?' તો એ ઉત્તર આપે કે ‘પ્રસ્થક બનાવવા માટે જંગલ જાઉં છું' ત્યાર પછી જંગલમાં જઈ લાકડું કાપતો હોય અને કોઈ પૂછે કે “શા માટે લાકડું કાપે છે ?' તો એ કહે કે “પ્રસ્થક બનાવવા લાકડું કાપું છું...” એ પછી ઘરે આવે અને લાકડાનો નકામો ભાગ કાપે, એમાં પ્રસ્થકનો આકાર ઘડે, એને પોલિશ કરે.. એ બધી ક્રિયાઓમાં એ એમ જ કહે છે કે “આ બધું પ્રસ્થક માટે છે. અર્થાત્ હું પ્રસ્થક બનાવું છું.”
આમ જંગલમાં જવાની ક્રિયાથી માંડીને છેક પોલિશ કરવાની છેલ્લી ક્રિયા બધી જ પ્રસ્થક માટેની જ ગણાય છે. અને એક જ વ્યક્તિ એ પ્રમાણે વ્યવહાર કરે છે. એ જ રીતે નૈગમનય પણ એક વિશેષણવાળાને, બેમહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૫