________________
ઈચ્છાકાર સામાચારી
તો એને પણ બીજ કહે જ છે ને ?)
ગુરુ : લોકોની વાત જવા દે. હું તો કોઠા૨માં રહેલા, અંકુરને ઉત્પન્ન નહિ કરનારા બીજને અબીજ કરતાં જરાય વધારે માનતો નથી. અર્થાત્ જેમ પથ્થર અંકુરાને ઉત્પન્ન ન કરતું હોવાથી અબીજ છે. એમ એ કોઠા૨નું બીજ પણ અંકુરાને ઉત્પન્ન ન કરતું હોવાથી અબીજ જ સમજવું.
આ પદાર્થને મનમાં રાખીને જ ઉપદેશમાલાકારે કહ્યું છે કે “નિશ્ચયનયના મત પ્રમાણે તો ચારિત્રનો ઘાત થાય એટલે પછી (સમ્યગ્દર્શન હોવા છતાં પણ) સભ્યજ્ઞાન+સમ્યગ્દર્શનનો વિનાશ જ જાણવો.”
(શિષ્ય : વસ્તુ હાજર હોવા છતાં એનો વિનાશ માની લેવો એ શી રીતે યોગ્ય ગણાય ? આ મને સમજાયું
નહિ.)
ગુરુ : આ પદાર્થ અંગેનું તત્ત્વ=રહસ્ય તો અમે બનાવેલા અધ્યાત્મમતપ૨ીક્ષાગ્રન્થમાં વિસ્તારથી આપેલું છે. તે ત્યાંથી જાણી લેવું.
એટલે જો માત્ર ‘ત્રિગુપ્ત' વિશેષણ લઈએ તો અપ્રમત્તાદિને પણ સામાચારીવાળા માનવા પડે. એ મને માન્ય નથી. એટલે એમની બાદબાકી કરવા માટે ‘સાવદ્યયોગવિરત' એ વિશેષણ પણ કહેવું.
यशो. - ' सावद्ययोगविरतः' इति अवद्येन कारणीभूतेन सह विद्यत इति सावद्यः कर्मबन्धः 'सावज्जो नाम कम्मबंधो' इति चूर्णिकारवचनात्, तेन सह योगो - व्यापारोवीर्यं सामर्थ्यमित्यनर्थान्तरम्, ततो विरतः परिज्ञाततत्क इति यावत् ।
चन्द्र. - सावज्जो नाम कम्मबंधो इति । अवद्यं नाम पापं । तच्चात्र कारणरूपं । तेन सह वर्तमानं कार्यं तु कर्मबन्ध एव । ततः सावद्यः कर्मबन्धः इति वक्तुं युज्यते । परिज्ञाततत्क इति । परिज्ञातः सावद्ययोगः येन स इति भावः ।
(શિષ્ય : અપ્રમત્ત સાધુઓ સાવદ્યયોગથી વિરત જ છે ને ? તો પછી આ વિશેષણ મૂકશો તો ય તેઓને સામાચારીવાળા માનવા જ પડશે.)
ગુરુ : કર્મબંધનું કારણ જે હોય એ બધું જ અવઘ કહેવાય. એકથી દશ ગુણસ્થાન સુધી તો કષાયજન્ય કર્મબંધ છે જ. એટલે અવઘ=કર્મબંધની સાથેનો જે યોગ તે સાવઘયોગ કહેવાય. એટલે ૧ થી ૧૦ ગુણસ્થાન સુધી સાવઘયોગ છે જ. અને માટે તેઓ સાવઘયોગથી વિરત ન હોવાથી એ અપ્રમત્તાદિને સામાચારીવાળા માનવાની આપત્તિ નહિ આવે. (જો અવઘ=કર્મબંધ તરીકે કાષાયિકકર્મબંધ કે નિષ્કષાયકર્મબંધ બે ય લેવાના હોય. તો તો ૧ થી ૧૩ ગુણસ્થાન સુધી કર્મબંધ છે જ. એટલે ૧ થી ૧૩ ગુણસ્થાનવાળા તમામ આત્માઓ સાવઘયોગવાળા ગણાશે. ચૌદમે ગુણસ્થાને કર્મબંધ પણ નથી અને યોગ પણ નથી. એટલે તેઓ સાવઘયોગથી વિરત ગણાશે. એટલે આ અપેક્ષાએ તો માત્ર ચૌદમા ગુણસ્થાનવાળા આત્માઓ જ સામાચારીવાળા ગણાય.)
(શિષ્ય : ‘સાવઘયોગવિરત' શબ્દનો સમાસ બતાવો ને ?)
ગુરુ : અવદ્ય=કર્મબંધની સાથે જે યોગ હોય. એ સાવઘયોગ કહેવાય. વ્યાપાર, વીર્ય, સામર્થ્ય એ શબ્દો યોગશબ્દના સમાનાર્થી છે. જેમ ઘટથી પટ એ અર્થાન્તર=જુદો અર્થ છે. પરંતુ ઘટથી કુંભ એ જુદો અર્થ નથી. અર્થાન્તર નથી અનર્થાન્તર છે. તેમ અહીં પણ સમજવું.
=
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩