________________
૧૫
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. અને ભાવપૂર્વક અરિહંત પ્રભુને નમે છે, મંત્રજપ કરે છે, એટલે ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે એ અરિહંતના માર્ગને ન, સન્માગને નમે એટલે તેની ઉન્માગ રુચિ ટળી અને એ સન્માર્ગની સચિવાળે બન્યું. એથી દર્શન મેહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ છવાઈ જાય છે.
સામાન્યથી પણ નમવાને પરિણામ વખણાય છે પણ જ્યારે એ નમસ્કારમંત્રના વિષય તરીકે અરિહંત પરમાત્મા આવે છે, ત્યારે તો એ નમસ્કાર મંત્રની શક્તિ અચિંત્ય સામ
વાળી બની જાય છે. નમસ્કારમંત્ર હેય પણ તેના વિષય રૂપે કાર્યસિદ્ધ કરવામાં અચિંત્ય શક્તિ ધરાવનારા જે અરિહંત પરમાત્મા ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે અને નમસ્કારમંત્રના વિષય રૂપે ભલે અરિહંત હોય પણ ભાવ નમસ્કાર ન હોય તે પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. પરંતુ જ્યારે ભાવ નમસ્કારમંત્ર અને તેના વિષય રૂપે અરિહંત પરમાત્માઓ હોય, ત્યારે અનાદિકાળથી મિથ્યાત્વ ભદનનું કાર્ય જે બીજી રીતે બની શક્યું ન હતું તે સિદ્ધ થાય છે. આવા બળવત્તર પ્રતિપક્ષીને સહેજમાં જીતનાર હોવાથી નમસ્કાર મહામંત્ર એ મહાશક્તિ અથવા શક્તિનો પુંજ છે એમ કહેવું સર્વથા ઉચિત છે
મેહને પહેલો પ્રકાર દર્શન મેહ છે. અને બીજો પ્રકાર ચારિત્ર મહ છે. બીજા પ્રકાર ના ચારિત્ર્ય મેહના ૨૫ ભેદ છે. પણ તેમાં