________________
ર
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય.
મરણ સમયે કારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય તે, તે ધર્માત્માએ પોતાની પાસે રહેલા એવા ધમબંધુ પાસેથી શ્રવણ કરવું, અને તે વખતે પિતાના મનમાં આ પ્રમાણે ભાવના ભાવવી કે –અહે ! કેઈ પુણ્યશાળી બધુએ મારા ઉપર કેવું અમૃત છાંટયું કે જેનાથી મારાં સર્વ અંગે આનંદમય થયા! કારણ કે હમણાં મને તેણે ઉત્કૃષ્ટ પુણ્યરૂપ, કલ્યાણરૂપ અને ઉત્કૃષ્ટ મંગલના કારણરૂપ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. અહો ! આ મંત્રનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુને લાભ થયે! અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયે! અહે! મને તત્ત્વને પ્રકાશ થયે ! અહે! મને સારભૂત વસ્તુની પ્રાપ્તિ થઈ! આજે મારાં કષ્ટો નાશ પામ્યાં, મારા પાપકર્મ દૂર થયાં અને આજે મને સંસાર, સાગરને સામે કિનારે પ્રાપ્ત થયે, પંચનમસ્કાર મિત્રનું શ્રવણ કરવાથી આજે મારે પ્રશમરસ, દેવગુરુની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સર્વ સફળ થયા. જેમ અગ્નિને તાપ સુવર્ણને પ્રકાશમાન કરે છે, તેમ આ મારી વિપત્તિ (મરણ) પણ મને જ્ઞાનપ્રકાશ આપનાર થયેલ છે, કેમ કે આજે મને
મહામૂલ્ય પંચપરમેષ્ટિમય જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થયે છે. આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક પંચનમસ્કારમંત્રનું સમરણ કરી કિલષ્ટ (અશુભ) કમને નાશ કરી બુદ્ધિમાન પુરુષ સદ્ગતિને પામે છે. નમસ્કારમંત્રની ભક્તિ કરનાર જીવાત્માઓ ઉત્તમ દેવપણાને પ્રાપ્ત કરી ત્યાંથી ચવીને શ્રેષ્ઠ કુળમાં મનુષ્ય જન્મ. ધારણ કરી આઠ ભવની અંદર સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે.