________________
એ ત્રાપાના
૧
લઈ પિતાના આ જન્મના કરેલાં પાપને પર્વત સમાન પુંજ (ઢગલ) દૂર કરી શકતા નથી એ જ તેમની વિષયભેગ, અને શારીરિક સુખની લાલસા દર્શાવી આપે છે ! મહાત્માઓના વચન પર વિશ્વાસ રાખીને, જે સાધકે ઉપરોક્ત માર્ગ ગ્રહણ કરશે, તેને અવશ્ય આત્મદર્શન થશે જ. જીવનનું સાર્થક્ય ઐહિક સુખમાં નથી, પણ આત્મિક સુખ પ્રાપ્ત કરવામાં જ છે. એમ જેને સ્પષ્ટ સમજાયું હોય, તેને માટે ભવભયતારક અમૃત સમાન મહાન ઔષધિ એ જ છે.
ગ્રંથમાં મંત્રશક્તિ, વરદાન અને ચમત્કારની ઘણું વાતો વાંચી આપણે તેને ટાઢા પહેરનાં ગપ્પાં માનીએ છીએ, પણ તે ટાઢા પહોરના ગપ્પાં નથી, માનવીની અપાર શક્તિની ખ્યાતિ છે. દઢ સંકલ્પવાળે માણસ વરદાન આપે તે તે ફળે જ છે. “મંત્ર” અર્થ સ્વયં શબ્દમાં સમાયેલ છે. તારનાર તે મંત્ર મંત્ર એ વિચારને દઢ કરવા માટેનું શાબ્દિક રૂપ છે. તેથી જપ કરવાની ક્રિયાને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. “યજ્ઞાનામ જપ–વસ્મિ ” એમ શ્રીકૃષ્ણ ગીતામાં જણાવ્યું છે, તે બહુ જ અર્થપૂર્ણ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, આપણે જપને સાચા અર્થમાં સમજતા નથી. “જપને” અર્થ છે નામ-સ્મરણ. નામ-સ્મરણમાં નામનું સ્મરણ કરવાનું છે. કેઈ પણ બની ગયેલા બનાવને ફરી કલ્પનામાં લાવવો તેને “મરણ” કહેવાય છે. એટલે જપ કરવા એટલે મનને તેની સાથે સ્મરણ કરતું રાખવાનું છે. જે જપ કરતી વખતે મનને અન્ય વિષયમાં ભટકતું રાખશું તે જપ કરવાની મહેનત વ્યર્થ જશે.