________________
સાધના વિધિ-વિધાન
૧૫૭ આત્માની-અંત:કરણની પ્રસન્નતાને જ પ્રભુપૂજાનું ફલ કહેલ છે. કહેવાને મતલબ એ છે કે-સાધકની ચિત્તવૃત્તિઓ સદા સર્વદા પ્રસન્ન રહે, હરહાલતમાં પ્રસન્ન રહે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ સાધનાનું ફળ છે. સ્વભાવથી આત્મા આનંદ સ્વરૂપ છે, એથી સદા પ્રસન્ન રહેનાર સ્વરૂપસ્થ છે અને સ્વરૂપમાં સ્થિર રહેવું એ જ સમાધિ છે. થોડા સમય સુધી કપાળમાં પ્રકાશ દેખ કે તુરીયાવસ્થામાં સ્થિર રહેવું કે સમાધિમાં સ્થિર રહેવું અને પછી દુઃખી, અપ્રસન્ન અને ચંચળતા ધારણ કરવી. તે બરાબર નથી. મનુષ્ય સાધન દ્વારા એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે કે જેથી તે હરહાલતમાં પ્રસન્ન અને સમચિત્ત રહે તે તે જીવનમુક્ત બનીને પૂર્ણ સુખી બની જાય. એ જ સાધનાની. સિદ્ધિ અને સર્વોચ્ચ પદ છે.
- સદ્ગુરુ સિદ્ધ મંત્ર જ આપે. કે જે મંત્ર જપીને અનેક મહાપુરુષો સિદ્ધ થયા હતા, અને જે મંત્ર ગુરુ પરંપરાથી ચાલ્યા આવે છે. ગુરુ પોતાની કલ્પનાનું કંઈક જે તે તો આપે નહિ. માટે મંત્રમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા રાખવી નહિ. લાંબા વખત સુધી જપ કરવા છતાંય જે મનની એકાગ્રતા કે પવિત્રતા ન આવે તે જાણજો કે એ મંત્રને દોષ નથી, પણ એનું કારણ એ છે કે, તમારી પિતાની જ ત્રુટી યા દોષ. અને એને સુધારવાનો પ્રયત્ન કર્યા વગર કેવળ મેઢેથી જપ કર્યો જવાથી યા બીજે ગુરુ કરવાથી શું વળવાનું હતું? મન અને મુખ બનેને એક સાથે લગાડીને જપ કરે જોઈએ, મન ને વાણી એકરૂપ