________________
૩૦૩,
કારુણ્યપ્રભા આ નવલકથામાં અનુવાદકે જણાવેલ છે તેમ ભારતવર્ષની વર્તમાન આવશ્યકતાનું ઘણી જ માર્મિક રીતે વર્ણન કરવામાં આવેલ છે. દેશના સુશિક્ષિત સ્ત્રી-પુરુષોએ પોતાના કર્તવ્યપથ પર કેવી રીતે આરૂઢ થવું તે સરળતાપૂર્વક સમજાવવામાં આવેલ છે વ્યવહારિક જીવનની શુદ્ધિ પર જ આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે. તેનું સાંગોપાંગ નિરુપણ આ પુસ્તકમાં આલેખાયેલું છે.
આજે મને રંજન અને વિકારી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેના પ્રમાણમાં સાત્વિક સાહિત્ય પાછળ નિરર્થક ખર્ચ થાય છે. આ પણ ભાવી પેઢીને પ્રેરણા મળે છવન ઉન્નત અને ઊર્ધ્વગામી બને તેવાં પુસ્તકે ઘરમાં વસાવવાં જોઈએ, જેથી તેવા પુસ્તકે ભાવિ પ્રજા વાંચશે તે ધીમે-ધીમે તેમનામાં સાત્વિક સાહિત્ય પ્રતિ રૂચિ જાગૃત થશે જીવનને ઊર્ધ્વગામી બનાવનાર આવાં પુસ્તક લખવા માટે વિશ્વશાંતિ ચાહકને તથા વિશ્વ અભ્યદય આધ્યાત્મિક ગ્રંથમાળા વતી આવા પુસ્તક પ્રગટ કરવા માટે કુમારી રંજનદેવી સૌ. શ્રેફને ધન્યવાદ ઘટે છે. આ બંગાલી નવલકથાને બંગ સાહિત્યમાં સારે મહિમા છે અને બંગાલી જનતામાં તેને સારે આવકાર મળે છે. આ પુસ્તકને હિંદીમાં પણ અનુવાદ થયેલ છે તેને લાભ ગુજરાતી જનતા લે એ અનુવાદકની અભિલાષા છે.
–જૈન પ્રકાશ