Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 321
________________ સુવાક અહં અને મમ' એ મહરાજને મંત્રાક્ષર છે. જીવાત્મા એ મંત્રનો જાપ કરતો રહે છે. તેથી અજ્ઞાનને અંધકાર આત્મામાં ગાઢ બનતો જાય છે. એ મંત્ર તે સમગ્ર જગતને આંધળું બનાવી દીધું છે. તમે જે તમારા હિતને જોઈ શકતા નથી, તે સમજવું જોઈએ કે અહમ-મમને જાપ ચાલુ છે...તેનાથી દિવ્ય દષ્ટિ બંધ થઈ ગઈ છે. જે તમારે દિવ્ય દષ્ટિને ખોલવી હોય તો અહમમમના મંત્રાક્ષરને ભૂલી જ પડશે. અને તેની જગ્યાએ નાહં–નામને મંત્રાક્ષર જપ પડશે. હું નથી, મારું કંઈ નથી” આ વિચારને મનમાં દઢ કરવો પડશે. અહં ત્વ અને મમત્વ જ દુઃખદાતા છે. જે સુખી થવું હોય તે તે બંનેને મનમાંથી દૂર કરી દો. ત્યારે જ તમારું જે આમિક સુખ છે તે પ્રાપ્ત થશે અને તમે દિવ્યાનંદના ભોકતા બનશે. આત્મ વિસ્મૃતિ થાય તેવું બેલે નહિ, તેવું આચરે નહિ. કદાચ પ્રમાદવશાત એવું બોલી જવાય કે આચરણ થઈ જાય, તે તરત જ આત્મભાનમાં જાગૃત થઈ જાઓ. આત્મપ્રીતિ જ સુખદાતા છે. સંસારની પ્રીતિ જ દુઃખદાતા છે. હે સુખેચ્છકે ! સુખ માટે જ આત્મપ્રીતિ, પ્રભુપ્રીતિ કરવાની જ્ઞાની પુરુષોએ જગત જીવોને ખાસ ભલામણ કરી છે. જે તેની શિક્ષા પ્રમાણે પ્રભુપ્રીતિ, આત્મપ્રીતિ કરીને સંસારની પ્રીતિને ત્યાગ કરશે તે મહાન આત્માઓ અવિચલ આત્માનંદના ભોકતા બનશે, અને દુઃખમાત્રથી મુક્ત થઈ જશે. આવો, આ વીરાત્માઓ ! આ સંસારના રાગને ત્યાગ અને પરમપ્રભુ આત્મારામ સાથે સ્નેહને નાતે જોડે. તે જ સુખ અને શાંતિને રાજમાર્ગ છે. રખે તમે મેહની ભૂલભુલામણમાં લલચાઈને જ્ઞાનીની શિક્ષાને ભૂલી ન જજે, એ ખાસ લક્ષમાં રાખો, લિ. વિશ્વશાંતિ થાહક

Loading...

Page Navigation
1 ... 319 320 321 322