________________
૩૦૧
આજની નારી આધુનિક રંગે રંગાઈ અસંયમ અને વિલાસના માર્ગે આગળ વધી રહેલ છે ત્યારે પોતાના જીવનને શીલ અને સયમ વડે ઉજ્જવળ બનાવવા ઈચ્છતી આય સન્નારીઓને આ પુસ્તક પ્રેરણારૂપ અને માદ્નરૂપ બનશે તેવી શ્રદ્ધા છે. —–જૈન પ્રકાશ
નારી શક્તિ
જૈન આગમ સાહિત્યનું ઊંડું જ્ઞાન અને અભ્યાસ ધરાવનાર શ્રી વિશ્વશાંતિ ચાહકે ' યોગદર્શન, મંત્રવિજ્ઞાન, સમ્યક્સાધના, વિચારશક્તિને અદ્ભુત પ્રયાસ વગેરે વિષયા સબંધમાં લખેલાં પુસ્તકા જિજ્ઞાસુ વ`માં સાદર પામ્યા છે. તાજેતરમાં એમણે સ`પાદન કરેલુ ઉપરનુ ૭૦૦ પાનનું દળદાર પુસ્તક્ર પ્રસિદ્ કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્માંના ઉચ્ચ આદર્શને વરેલી ૪૦ ઉપરાંત સતી સ્ત્રીઓનાં ચરિત્રની રસિક મેધક અને પ્રેરક કથાએનું આલેખન સરળ ગુજરાતી ભાષામાં રજૂ થયું છે. એમાં મહાસતી શીલવતી, સતી રત્નપ્રભા, સતી જસમા, સતી તેરલદેવી વગેરે પ્રાતઃસ્મરણીય, પવિત્ર અને શીલ-ગુણ સૌંપન્ન સન્નારીઓની કથા સમાયેલી છે. સ્ત્રી પોતે જ શક્તિ સ્વરૂપ છે. દેવાંશી અને એ સ પન્ન નરવીરા પણ નારીમાંથી જ ઉત્પન્ન થયા છે, સ્ત્રીને પવિત્ર જીવન ધડતરનું સાચું શિક્ષણ મળે તે તેમાં સુષુપ્તપણે રહેલી દિવ્ય આત્મશક્તિ જાગૃત થાય એવા સંદેશા આ કથાએમાંથી મળે છે; જે સ્ત્રી ઉજજવલ જીવન જીવવાની અભિલાષા રાખતી હોય તેઓને આ પુસ્તક પ્રેરક અને માન થઈ પડશે.
—બઈ સમાચાર