________________
૨૯૮
લેખકશ્રીએ આ વિષયમાં મુમુક્ષુઓને સરળતાથી અભ્યાસ કરવાની તક ઊભી કરી આપી છે.
મુખ્યત્વે વિવરણ વ્યાખ્યાન અને વાર્તિકને શૈલાને ઉપયોગ અહીં થયું છે તે સર્વથા સમુચિત છે.
ઠેર-ઠેર મુકાયેલી દષ્ટાંત કથાઓ વિષયને સુગમ તે બનાવે જ છે, તે સાથે ગહન વિષયના નિરૂપણને રસાવહ પણ બનાવે છે. લેખકશ્રીએ પ્રસ્તાવનામાં નમ્રતાથી કહ્યું છે કે, “હું સાહિત્યકાર કે દાર્શનિક બેમાંથી એક પણ નથી પ્રભુની કૃપાથી તથા સદ્દગુરુની કૃપાથી જે પરમ સત્ય મને સાંપડયું છે. તેને મારી ભાષામાં જન સમાજ સમક્ષ મૂકવામાં અંતરાત્માના આદેશથી આ પ્રયત્ન કરું છું.”
આ તે લેખકશ્રી ની નમ્રતા છે. દર્શન કે તત્ત્વજ્ઞાન માર્મિકતાથી સમજાવવું એ પણ નાનીસૂની સિદ્ધિ નથી. સમસ્ત છે પ્રત્યે કરુણાથી ધબકતું હૃદય અને હૃદયમાં એાસરી ઊતરી જાય તેવી વાણી તે એમની પાસે છે જ. એ દૃષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. વિશ્વશાંતિ ચાહકનું ઉપનામ આ ગ્રંથની સંપૂર્ણપણે સાર્થક કરે છે.
જય હિન્દ
કારુણ્ય પ્રભા પ્રસિદ્ધ બંગાળી લેખકશ્રી અવિનાશ ચંદ્રહાસે મૂળ બંગાળી ભાષામાં લખેલી અને વિદ્વાનોની પ્રશંસા પામેલી “કુમારી * નામની નવલકથાને હિન્દી અનુવાદ “પ્રતિભા'ના નામથી