Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 317
________________ ૩૦૦ પ્રગટ થયેલ તેના પરથી વિશ્વશાંતિ ચાહકે તૈયાર કરેલું સરળ ગુજરાતી ભાષાંતર ઉપરના પુસ્તકમાં આપવામાં આપેલ છે. તેમાં સદાચાર, ઉન્નત જીવન અને શુદ્ધ પ્રેમના આદર્શોનું દર્શન થાય છે. આ કથા વાંચકોને કર્તવ્યારૂઢ થવાની અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. –મુંબઈ સમાચાર નારી શક્તિ આ પુસ્તકમાં ૪૧ આદર્શ કોટીની આયં સન્નારીઓનાં જીવનચરિત્રો આપવામાં આવેલ છે. આર્ય સન્નારીઓમાં કેટલી શક્તિ ભરી છે અને ગમે તેવા વિકટ સંજોગોમાંથી તેમજ કઠિન કર્સટીમાંથી આર્ય નારીઓ પિતાના ઉચ્ચ ચરિત્રબળના પ્રભાવે કેવી રીતે અણીશુદ્ધ બહાર નીકળી આવે છે અને જરૂર પડેયે પિતાના શીલની પ્રાણના ભોગે પણ રક્ષા કરે છે તેને યથાયોગ્ય ખ્યાલ આ પુસ્તકના વાંચનથી મળી શકે છે. આ પુસ્તકના લેખકશ્રી “વિશ્વશાન્તિ ચાહકે ” અત્યાર સુધીમાં પરમાત્મા પ્રકાશ, ઉત્થાન અથવા ભાગ્યનું નવનિર્માણ, જીવન સંજીવની, યોગદર્શન અને રોગસમાધિ, વિચાર શક્તિને અદભુત પ્રભાવ, મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય, આત્મજ્ઞાન પ્રવેશિકા, મોક્ષની કુચી વગેરે ઉચ્ચ કેટીના આધ્યાત્મિક ગ્રંથે તૈયાર કરેલ છે. તેમાં બહુધા એકાંતપણે લેકસંસર્ગથી દુર રહી આકર્ષ સાધવામાં સહાયક બને તેવા સાહિત્યનું નિર્માણ કરી રહેલ છે.

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322