________________
૨૬e
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કામ પડતા મૂકીને કરતાં હતાં અને સાધનની સિદ્ધિ કર્યો જ રહેતાં. કેઈ વખત તેને મદદ કરનાર દેવના વચનને. અનાદાર કરતાં ત્યારે તેઓ શાંત રહેતાં અને ગુરુ દ્વારા તે તેમને કહેવડાવીને પછી તે તેનું પાલન કરતાં. તેમને મન ગુરુ જ પ્રભુ અને દેવ સમાન હતા. ગુરુ પરની આ શ્રદ્ધાથી જ તેઓને વિકાસ થયો હતે.
તેઓ આવા સંયમ અને આજ્ઞાપાલન સાથે જાપનો અભ્યાસ કરતાં હતાં. અનેક ઉપસર્ગો અને રેગેના પ્રસંગમાં પણ તેણે પિતાને અભ્યાસ બંધ કર્યો ન હતો. જપ, ધ્યાન કરવામાં જરા પણ પ્રમાદ સેવતાં નહિ. બધા લોકે જ્યારે શાન્તિથી નિદ્રા લેતા હોય ત્યારે આ બહેન તે વખતે પણ સાધનામાં રત રહેતા. રાત્રીમાં ભાગ્યે જ એક કલાક ઊંઘતાં તે પણ ધ્યાનાવસ્થામાં જ નિદ્રિત થઈ જતાં, તે પણ તેના વિકાસનું કારણ છે.
માનવ શ્રદ્ધા, પ્રેમ સહિત અને ગુરુ આજ્ઞા સહ સંયમી જીવનની સાથે જા૫ અને ધ્યાનને અભ્યાસ કરે છે તે આ બહેનની જેમ કેટલો વિકાસ સાધી શકે. માટે વીર ઊઠો . અને જીવનને સફળ કરવા કટિબદ્ધ થાઓ. દિવાળીબહેને જાપે અને ધ્યાન દ્વારા વર્તમાનકાળે કેટલે વિકાસ કર્યો તેમાં સમય કંઈ જ વિન કરી શકતું નથી કેવલ સ્વ પુરુષાર્થથી સદ્ધિ અવશ્ય સાંપડે છે.