________________
શિર,
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કહી અને પિતે વિદાયની તૈયારી કરવા માંડી. તેમને જે દાનપુણ્ય કરવું હતું તથા સગાસંબધીઓ સાથે જે વાતચીત કરવી હતી તે કરી લીધી પછી પવિત્ર ભાવપૂર્વક હાથમાં માળા લઈને જપ કરવા બેઠા.
પિતાના કુટુંબીજનેને પણ આજ રીતે જપ કરવા બેસાડયા. આ વખતે તેની સ્ત્રીએ કહ્યું, “મને મૂકીને કેમ જાએ છે?”
ગૃહપતિએ કહ્યું: “એક વર્ષ પછી તું પણ આવીશ.”
તેના નાના ભાઈએ પણ એ જ પ્રશ્ન કર્યો, તેને ગૃહપતિએ કહ્યું: “તારી ભાભી પછી એક વર્ષે તારે વારે છે.”
હરિજનમાં સવા ભગતની ખ્યાતિ ખૂબ છે. તેમણે પિતાને અંત સમય અગાઉથી જાણી લીધું હતું. * અંતસમય આવી પહોંચતા તેમણે સગાવહાલાં તથા. નાતીલાઓને પિતાને ઘેર બોલાવી હરિકીર્તન શરૂ કર્યું હતું. તેઓ પોતાના કપાળમાં કુંકુમનું તિલક કરી હાથમાં શ્રીફળ લઈ સહુની વચ્ચે બેઠા હતા અને હરિકીર્તનમાં ભાગ લેતા હતા. વિદાયને સમય થતાં ભગતે કહ્યું :
વૈકુંઠમાંથી વિમાન આવી ગયું છે. હવે અમે જઈએ છીએ. સહુને રામરામ.” પછી તેમણે આંખ મીંચીને ધ્યાન “ધરતાં તેમને આત્મા દેહ છેડી ગયે.
- આજે આવાં ધન્ય મૃત્યુ કેટલા પામી શકે છે? તે વિચારવાનું છે. ડેકટરના ડોઝ પીતાં, પીતાં કે ઈજેકશનેની