________________
૨૭૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બ્રાહ્મણે એ બધાને બેહોશ કરી દીધા. એક રાજાને બેહેશ ન કર્યો. રાજા તે આ ચમત્કાર જોઈને ઘણો જ ગભરાઈ ગયા અને આર્તનાદે, ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરવા લાગ્યું, “હે દે! દાન, મારી જે ભૂલ થઈ હોય તેની હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા આપે અને આ બધા નિરપરાધી જનેને મૃત્યુના મુખમાંથી ઉગારી સચેતન કરે.” ત્યારે આકાશવાણી થઈ કે હે દુષ્ટ રાજા! તારા ક્ષણિક સુખની લાલસા તૃપ્ત કરવા માટે આવા ધર્માત્મા અને નિર્દોષ બાલકને હોમમાં ભેગ આપવા તૈયાર થયે તે તારે મહાન ગુને છે. તને જીવિત રાખવે ઉચિત નથી. તારા જેવા અધમી રાજાઓના રાજ્યમાં તે નિર્દોષને ભોગ અપાય માટે તને જીવિત રાખી શકાય નહિ જ. ત્યારે રાજા ખૂબ જ કરગરવા લાગ્યું અને પોતાના ગુનાની વારંવાર માફી માંગી, જે દંડ તમે આપે તે સ્વીકારવા તૈયાર છું તેમ કહેવા લાગ્યો. ત્યારે દેવેએ કહ્યું કે, “તારું સમગ્ર મગધ દેશનું રાજ્ય આ અમરકુમારને અર્પણ કર અને તું તેને દાસ થઈને રહે તે જ તને જીવનદાન આપવામાં આવે.” રાજાને હવે પોતાનો જીવ આપવાને સમય આવ્યો ત્યારે જ જીવનની કિંમત સમજી શક્યો. પિતા પર વીતે નહિ ત્યાં સુધી જીવને સત્ય સમજાતું નથી. હવે રાજા રાજ્ય કરતા પણ જીવન શ્રેષ્ઠ છે તે સમજી શકો અને દેવ આજ્ઞા શિરોધાર્ય કરવા તૈયાર થયું. ત્યારે અમરકુમાર પર દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને બધા માનવોને સચેતન કર્યા. રાજા અમરકુમારના ચરણમાં નમી પડે અને તેને સિંહાસન પર બેસાડીને કહેવા લાગ્યા તમે રાજા અને હું તમારો દાસ છું. તમે જે આજ્ઞા ફરમાવે તે કરવા આ દાસ તૈયાર છે.