________________
યુવવિદ્યાને પ્રભાવ
૨૭૭
{ અમરકુમારને તે વિવેકજ્ઞાન હૃદયમાં પ્રગટેલું જ હતું તેથી
જ આવી ભયંકર પરિસ્થિતિમાં ધ્યાનમાં લીન બનેલ હતા. અને તેને પ્રત્યક્ષ અનુભવ થયું હતું કે પૈસા ખાતર પિતાની જનેતાએ પિતાને ભેગ આપવા મને વે, આ ધન જ ખતરનાક છે. જે હું રાજા થાઉં તો આ ધનની લાલસાવશાત્ મ માલૂમ કેવા કેવા પાપ કરવા પડે. એવું રાજ્ય મારે ન જોઈએ. મને જે નમસ્કારમંત્ર જીવનદાન આપ્યું તે ધર્મનું જ મારે શરણ સ્વીકારવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે.
મને મન એમ વિચારીને રાજાને કહેવા લાગ્યા કે “હે રાજન! આ ધન અને રાજ્ય તો અનર્થનાં કારણે છે. ધન ખાતર મારી સગી જનેતાએ મારા પ્રાણ લેવા તમોને મેં અને તમે રાજ્ય સુખ માણવા માટે મારા પ્રાણ લેવા તૈયાર થયા તેવું રાજ્ય જ મારે જોઈતું નથી. મને જેણે પ્રાણદાન આપ્યું એ ધર્મનું જ મારે તે શરણ છે.”
અને અમરકુમાર ત્યાંથી નીકળીને સાધુવેશ ગ્રહણ કરી રાત્રિ ફાળે સ્મશાનમાં જઈને ધ્યાન ધરીને ઊભા રહ્યા. ધ્યાનમાં તલ્લીન બનીને તેઓ સ્મશાનમાં ઊભા રહ્યા છે. હવે અહીં આ એટલે રાજગૃહ નગરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ કે અમરકુમાર બચી ગયા અને તેઓ સાધુ બની સમશાનમાં ધ્યાન મગ્ન બનીને ઊભા છે. જે બનાવ બનેલ તે સર્વ વાતો છે નગરમાં પ્રસરી ગઈ. આ વાતની ખબર અમરકુમારની સાતાએ પણ જાણું અને તેના મનમાં વિચાર પેદા થયો કે