________________
મંત્રવિદ્યાને પ્રભાવ
લક્ષ્મીનારાયણે પીવાનું પાણી માગ્યું. ગ્લાસમાં પાણી લાવવામાં આવ્યું. એમણે સરલાને પાણી પીવા માટે આગ્રહ કર્યો, પરંતુ સરલા પાણી પીવા કેઈ પણ સંજોગોમાં તૈયાર ન થઈ ફરીવાર લક્ષ્મીનારાયણે હુકમ કરતા હોય તેમ પાણી પીવા કહ્યું. પરંતુ સરલાએ ઝનૂનપૂર્વક અસ્વીકાર કર્યો. જેશભેર ના પાડવા જતાં સરલાની આંખે સંપાદક લહમીનારાયણની આંખો સાથે ટકરાઈ બંને થોડા સમય સુધી એકબીજાને તાકી તાકીને જોઈ રહ્યા.
“ચાલ, પાણી પી જા.” લક્ષ્મીનારાયણ એટલા જોરથી બેલ્યા કે ખંડની દીવાલે કાંપવા લાગી. ઝનૂનથી ભરેલી અને વિચિત્ર વર્તન કરતી સરલા લક્ષ્મીનારાયણના આ આદેશને ઈન્કાર કરી શકી નહીં. સરલાએ પાણી પીધું અને પવિત્ર જીવન ગાળતા લક્ષ્મીનારાયણના મુખ પર મલકાટ પ્રગટે. એમણે સરલા ભણી મંડાયેલી એમની નજર બાજુએ વાળતાં કહ્યું, “મારામાં ભલે તાકાત ન હોય, તારામાં જે હોય તે જરૂર તારી તાકાત બતાવ.”
સરલાએ પલંગ પરથી કૂદીને નાસી જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એને એવું લાગ્યું કે જાણે એને કેઈએ બાંધીને બેસાડી દીધી હોય.
સરલા બોલી, “અરે ! તમે તે ભારે દગાબાજ દો.” આમ, બોલીને એ લક્ષ્મીનારાયણ સામે ઘૂરકીને જોવા લાગી.
લક્ષ્મીનારાયણે હળવાશથી પૂછયું, “અરે, મેં શે દગો કર્યો ?”