________________
૨૬૬
મંત્રવિજ્ઞાન અને સાધના શહ લક્ષ્મીનારાયણે પૂછયું, “એ છોકરી છે કે જે વાત હેય તે સ્પષ્ટ કહો.”
જવાબ મળે, “સરલા.” લક્ષમીનારાયણે ફરી પ્રશ્ન કર્યો કે, “તે તમે સરલા નથી ? “ના.” તે પછી તમે છે કેણ?” હું પ્રભુ દયાળ છું,” સરલાએ જવાબ વાળ્યો. તમારા સાથીઓ કયાં ગયા ?” એની તમારે શી પંચાત ?”
“એની ખબર તે હવે પડશે.” એમ બોલીને લક્ષ્મીનારાયણ ગંભીર બની ગયા.
સરલા વિચિત્ર અવાજે બબડતી હતી, “અરે! જોયા, જેયા, તમને જોયા.. તમારા જેવા તે કેટલાય મારા ખિસ્સામાં છે. અને જાણી લે કે સત્તાવીસમી તારીખે રાતના બાર વાગે અને ૮ મિનિટે અમે આને લઈ જઈશું, હિંમત હોય તે રેકજે.”
લક્ષમીનારાયણે કહ્યું, “અરે કાલની વાત જવા દે. હવે પછીની મિનિટે શું થવાનું છે, એનીયે ક્યાં કઈને ખબર છે? સત્તાવીસમી તારીખની નહી પણ આજની વાત કર. આજે જરા મારી તાકાત તો જોઈ લે. પછી મને પડકારવાને વિચાર કરજે.”
“અરે! તારામાં તે વળી શી તાકાત છે?” સરલા અટ્ટહાસ્ય. કરતાં બેલી.