________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય કારણ કે તેમ કરવાથી સાધકને આગળ વધવામાં વિદને ઉપસ્થિત થવાનો સંભવ છે. તેમની બહેનપણી એક વ્યંતર જાતિમાં હતી અને ત્યાં તે બહુ દુઃખી હતી, તેને પોતાની પાસે બોલાવી
ત્યારે તે આવી અને તેમને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, પિતાની આ સ્થિતિ માટે તેને બહુ દુઃખ થયું હતું. આ બહેને તેને આશ્વાસન આપ્યું, અને આ ભવમાં જાગૃત થઈ, આગળ વધવા સૂચના કરી. તેને ગુરુદેવ પાસે લઈ જઈ પ્રણવનો જાપ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી. બોધિબીજને બંધ અપાવ્યું અને સવિશેષ પ્રકારે જાગૃત કરી. ત્યાર પછી તે વ્યંતરદેવી કેઈ કોઈ પ્રસંગે તે બહેન પાસે આવતી અને તેને પૂછતાં કે હવે કેમ છે? ત્યારે. તે કહેતી કે જાપ કરવાથી મને આનંદ થાય છે. તેને બહેન ભલામણ કરતા કે હવે કાયમ જાપ કરતા રહેશે, વગેરે.
તેની એક બીજી બહેનપણી પણ વ્યંતર જાતિની દેવી હતી, તે સમૃદ્ધિવંત અને સુખી હતી. તેને બેલાવીને ગુરુશ્રી પાસે પ્રણવને જાપ અને બોધિબીજ સંબંધી વિવેકજ્ઞાન અપાવી તેને ધર્મપરાયણ કરી હતી.
એક પ્રસંગે પાલિતાણાની યાત્રા કઈ વિવાદને અંગે બંધ થવાની હતી ત્યારે આ બહેને ઘણુ મહેનત કરી હતી. - પાલિતાણના પર્વત પર શાસનાધિષ્ઠાત ચક્રેશ્વરીદેવીની મૂર્તિની
સન્મુખ લગભગ અરધો કલાક બેઠાં હશે, તેટલામાં દેવીએ પ્રત્યક્ષ થઈ દર્શન આપી ઊભાં રહ્યાં. બહેને યાત્રાબંધ ન થાય તે માટે પ્રાર્થના કરી પણ જવાબ આપ્યા વિના ચાલ્યાં