________________
૨૫૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બહેનને ધર્મમાં સંલગ્ન કરવા માટે પૂરતું ધ્યાન આપ્યું. વળી સાધુસંતના સમાગમે પણ જ્ઞાનાર્જન કર્યું.
એક વખતે પંડિત લાલનને સમાગમ પંન્યાસજી મહારાજ કેશરવિજયજી સાથે ખાવડી ગામમાં થયે હતો. ત્યાં જાય સંબંધી પ્રસંગ નીકળતાં કેટલાક માણસોએ પચાસ, પચાસ લાખને જાપ કરવાનો નિર્ણય કર્યો. દિવાળીબહેનને પણ જાપ કરવાનો નિયમ આપવામાં આવ્યો હતો. પ્રથમ તે જાપ કરવાનું આ બહેનને મુશ્કેલ લાગ્યું. કેમ કે જેણે ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેથી તેમની તે આદત પડી ગઈ હોય છે, તેથી તેમને જાપ કરવાનું મુશ્કેલ લાગે છે. વાંચવું તેમાં રસ ઠીક જામે છે, પરંતુ આ તો સ્થિરતાપૂર્વક કલાક સુધી જપમાં સંલગ્ન રહેવું પડે તે મુશ્કેલીને વિષય હતો. પણ ધીમે, ધીમે તેમાં તેમને રસ લાગવા માંડે. પ્રથમ તેમણે “૩% અહં નમઃ”ને જાપ શરૂ કરેલ ત્યાર પછી ગુરુદેવની આજ્ઞાથી ૩ષ્કારને જાપ શરૂ કર્યો. આ ટૂંકે જાપ બ્રુના મધ્ય ભાગમાં આંતરદષ્ટિ રાખી તેમણે કલાકના કલાક સુધી કરવાની આદત પાડી હાલતાં, ચાલતાં સૂતાં, બેસતાં પણ તે જાપ ન ભૂલાય તેવી પ્રવૃત્તિ વધારી. પરિણામે તેમને તે સ્થળે લોહચુંબક જેવું આકર્ષણ થવા લાગ્યું, ધીમે, ધીમે ધુમાડા જેવાં કાળાં વાદળે દેખાવા લાગ્યાં, આગળ વધતાં વાદળાં વરસી રહ્યા પછીના
વેત વાદળાં જેવો પ્રકાશ દેખાવા લાગ્યો, અને પછી તે તે પ્રકાશમાં પ્રતિદિન વધારે થવા લાગ્યો, તેમાં વૃત્તિની એકાગ્રતા થવા લાગી. પછી તો તેમાં એ રસ લાગ્યો કે કલાકે સુધી તેઓ જાપમાં સ્થિર રહેવા લાગ્યાં.