________________
૨૫૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઓફિસર સાડા પાંચે ચા અને કેફી લઈ આવ્યો. પહેલો ઓફિસર અમારે જવાની વ્યવસ્થા કરીને સાત વાગે પાછો આવ્યા અને મને કહે છે કે, “મધરાતના પ્લેનમાં તમે પાંચ સૌ પ્રથમ પ્લેનમાં ચડશે અને બીજા પેસેન્જર પાછળ આવશે. એવી વ્યવસ્થા થઈ ગઈ છે. અને અહીં બેસવામાં જોખમ છે. માટે મારી સલુન ગાડીમાં બેસી જાવ. હું ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારું. ત્યાં મધરાતના પ્લેનવાળા પેસેન્જરે આવશે. તમારા સામાનમાંથી એક રતલ પણ ઓછું કરવાની જરૂર નથી. હું એને પલેન આવે કે તરત જ મારે હાથે ચડાવી દઈશ. આમ કહી અમને એ એની ગાડીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લઈ ગયે. સાથે અમારો સામાન પણ લીધે. ત્યાં પહોંચીને અમને હાશ થઈ આરામથી ગાદી ઉપર આડા થયા. નવ વાગે પાછો પહેલે અધિકારી મારી પાસે આવ્યો અને મને પાંચ પાસ આપીને કહે કે, “તમે લોકો આ પાસ લઈને ડાઈનીંગ હોલમાં જાવ અને ઈસ્ટ આફ્રિકન એરવેઝને ખર્ચ ભોજન લઈ લે. અમે તે ફાટી આંખે એને જોઈ જ રહ્યા. જાણે બ્રહ્મા વિષ-સદેહે પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હોય એમ લાગ્યું. અમે રાત્રે નવ વાગે ભોજન માટે ગયા. અગિયાર વાગે ખાસ વિમાન આવ્યું એટલે એ ત્રણેય અધિકારીઓ અમારી પાસે આવ્યા અને મને કહે કે, “તમારે સામાન હું પ્લેનમાં મૂકાવી દઉ છું. અને તમે પાંચ આ ગ્રીનકાર્ડ લઈને પહેલાં ચડી જાવ. અમે પાંચે એટલા ગળગળા થઈ ગયા કે ગળામાંથી શબ્દ જ ન નીકળે. મને ખામે જોઈને મારે ખભે હાથ મૂકી એણે પૂછયું. “હવે તમે ખુશ છે ને?” હું “હા” કે “ના”