________________
૨પર
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય આ વધારાના વજન માટે મને ચૌદસે શિલિંગ ભરવા જણાવ્યું. મારી પાસે પાંચસો શિલિંગ હતા તે તે લૂંટાઈ ગયા હતા અને ફક્ત પાંચ શિલિંની નોટ જ બચી હતી. મેં પૈસા ભરવાની અશકિત જાહેર કરી એટલે એણે મારે સામાન ખસેડી નાખ્યા અને બીજા પેસેન્જરેની પતાવટમાં પડ્યો.
આ તરફ મારી પત્નીએ સૂચવ્યું કે, “આપણે ચેપન કિલ જે વધારાનું વજન થયું તે કાઢી નાંખી અહીં જ રહેવા દઈએ, જેને જોઈએ તે ભલે ઉપાડી જાય.” આમ વિચારી અમે જે કાઢી નાખવાનું હતું તે નક્કી કરી લીધું. પછી હું કસ્ટમ અધિકારીઓ પાસે ગયે અને વાત કરી, પણ એણે તે મને કહી દીધું, “તમારી પાસે વધારે પડતું વજન છે. તમે નહિ જઈ શકે.” મેં એને ઘણે સમજાવ્યું કે વાધરાનું તમામ વજન હું અહીં છોડવા તૈયાર છું. પણ એણે માન્યું જ નહિ. કેવળ એક જ રટણ એણે કર્યા કર્યું: “તમારી પાસે વધારે પડતું વજન છે. ' અઢી વાગ્યાનું પ્લેન ઊપડી ગયું. એવડા મોટા વિશાળ “શેડમાં” અમે પાંચ જ બાકી રહ્યા. હું, મારી પત્ની અને ત્રણ બાળકે તથા એ બંદૂકધારી ભયંકર મિલિટરી * વાળ અને છ આફ્રિકન પટેરે. આ સૌની ભૂખી અને ભયાનક
નજરે અમને વીંધતી રહી. આજુબાજુ નિર્જન અને ભય કર વગડે. મને થયું કે આજે આપણા આયુષ્ય પૂરાં થવાનાં, સામાન બધે લૂંટાઈ જવાની શક્યતા. પત્ની અને દીકરીઓને ઉપાડી જાય તેમ પણ બને, કારણ ત્યાં તે મેં ઉપર જણાવ્યા એ સિવાય કાળે કાગડે ય ન હતો. હું એટલો તે ગભરાઈ ગયે હતું કે મારાથી કંઈ જ બેલી શકાતું ન હતું. સવારે