________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨પ૭ અભ્યાસ પરિપકવ થતા તેમની કુંડલિની જાગૃત થઈ કે દિવ્ય પુરૂષ અંતરમાં પ્રેરણા કરતા કે જ, આગળ જ, આગળ જા, હજુ આગળ વધ તેમ તેમ તેના હૃદયમાં ઉત્સાહ વધવા લાગ્યો.
કુંડલિની જાગૃત થયા પછી તે ઉપર ચઢીને ચક્કાનું ભેદન કરવા લાગી ત્યારે અવનવા અનેક અનુભવે તેમને આંતરપ્રદેશમાં થવા લાગ્યા. સાથે, સાથે પૂર્વકૃત અશુભ કર્મોદયથી અનેક પ્રકારે તેમની કસોટીને પ્રસંગે ઉપસ્થિત થયો. પૂર્વ જન્મના વૈરી મિથ્યાત્વી દે આવીને તેને ઉપસર્ગ કરવા લાગ્યા. કઈ કઈ પ્રસંગે એવા ઉપસર્ગ થતાં કે જાણે જીવનનો અંત આવશે. આમ છતાં દિવાળીબહેન કયારે પણ આત્મભાન ભૂલતા નહિ, તેમ જ તે દેવે પર રેષ વગેરે પણ કરતા નહિ. વળી તેમના શુભ પુણ્યદયે સમ્યગ્દષ્ટિ દેવે તેને સહાયતા કરવા માટે પણ આવતા હતા. તેમને ધર્મ પમાડેનાર બહેન પણ મરીને સ્વર્ગમાં ગયેલ તે દેવ તો સદંતર તેની સહાયતા કરતા હતા. જ્યારે, જ્યારે મિથ્યાત્વી દે ઉપસર્ગ કરતા ત્યારે, ત્યારે તે દેવ તેમને ખૂબ જ સાવધાન રહેવાનું સૂચવતા અને જાગૃતિ આપવા આત્મભાન ન ભૂલાય તે માટે સતત સદ્દબોધ આપતા હતા. અંતમાં તેમના અભ્યાસના બળે તેમને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. જાતિસ્મરણ દ્વારા તેમણે પિતાના આગળના સાત ભવ જોયા અને આઠમે ભવ તે આ દિવાળીબાઈને હતે. અને ત્યાર પછી થવાવાળા બે ભવ તેમણે જોયા હતા. અહે સાધના પ્રભાવે શું અસંભવ છે? અર્થાત્ સર્વ સંભવ છે. તેમને વચન સિદ્ધિ આદિ અનેક શકિતઓ પ્રગટેલ પણ તેમના સહાયક દે સિદ્ધિઓની પ્રસિદ્ધિ કરવા માટે ના કહેતા હતા, સં. ૧૭