________________
૨૫૫
મંત્રવિદ્યાને પ્રભાવ કાંઈ જ ન કહી શક્યો. કેવળ ઓફિસરના બંને હાથ પકડીને મેં મારી આંખેએ લગાડી દીધા. મૌનની એક અદૂભુત ભાષા બે મિનિટ માટે ત્યાં રચાઈ ગઈ.
પ્લેન સામે જ ઊભું હતું. અમારે સામાન ચડી ગયે હતા અને અમે પણ વિદાય લીધી. પ્લેનમાં ચડયા, રાતના બારના ડંકા પડ્યા. પ્લેનની ઘરરાટી બેલી અન છેડી જ મિનિટમાં તે જમીન પરથી અદ્ધર થયું ત્યારે અમારા અદ્ધર થયેલા જીવ હેઠળ બેઠા.
અમને થયું અમારી પ્રાર્થના સાંભળીને આવેલા પિલા ત્રણ ઓફિસર કેણ હશે? આ અનુભવ યાદ કરીએ છીએ અને થાય છે કે આ જગતમાં સંચાલન કેઈ અદશ્ય શક્તિ કરી રહી છે. તમે એને ઈશ્વર કહે તો ઈશ્વર અને અલૌકિક કે અદશ્ય શક્તિ ગણે તે તે ! માનવ ભલે ઈશ્વરને ભૂલે, તેને ન માને પણ કુદરત આવા સમયે તેને પિતાની યાદી આપી તેની નાસ્તિકતાને દૂર કરીને તેની સુષુપ્ત શ્રદ્ધાને જાગૃત કરે છે તે તેમની અપાર દયા સૂચક છે.
મંત્રપ્રભાવે-યોગમાં સિદ્ધિ જામનગરમાં એક બહેન જેમનું નામ દિવાળીબહેન હતું. તેમને જન્મ ૧૯૯ ના ભાદરવા સુદ સાતમને દિવસે થયે હતે. તેઓ અગિયાર વર્ષની બાલ્યવયે વિધવા બન્યાં હતાં. તેમના કુટુંબમાં એક ધર્માત્મા બહેન હતાં તેમણે આ દિવાળી