________________
૨૧૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય રાયસાહેબે કહ્યું કે “નહિ બાબજી, એ જાલિમ છે. તેને સજા થવી જ જોઈએ, જેથી તે ભવિષ્યમાં આવા કાર્યો ન કરે.” બાબાજી કહે, એને છોડી મૂકો. અને તેને છેડી દીધે. તે પોતાના પ્રાણ બચાવવા રફુચક્કર થઈ ગયા. ત્યાંથી બાબાજી જ્યારે ઘેર આવવા નીકળ્યા ત્યારે રાયસાહેબે એક એક્કામાં તેમને બેસાડયા, અને એક્કાવાળાને કહ્યું કે, બાબાજીને કુશળતાપૂર્વક પહોંચાડી આવે, કેઈ બીજાને એક્કામાં ન બેસાડશે. પરંતુ તે લાલચુઓ આગળ જઈને બીજા માણસોને બેસાડયા. બાબાજી સંકે ચાઈને બેસતા ગયા. એકાવાળો પૂછતે, બાબાજી બેસાડું? બાબાજી કહેતા, બેસાડો. મુડેકી ગામને તલાટી આર્યસમાજી હતા, છતાં બાબાજીને પરમ ભક્ત હતા. એકવાર લાહોરમાં આર્યસમાજના વાર્ષિકોત્સવ ઉપર તલાટી બાબાજીને પણ સાથે લઈ ગયે, ત્યાં જાન વગેરે ઉતરવાની જગ્યા હતી ત્યાં જઈને રહ્યા. બાબાજી કેલાહલથી બચવા માટે એક દાદરા નીચે અંધારી કોટડીમાં એક ખૂણામાં જઈને બેસી ગયા, અને ત્રણ દિવસ સુધી ત્યાં જ બેસી રહ્યા. શોધખોળને અંતે તેમને ત્યાંથી પત્તો લાગ્યું. ન ખાવાનું ભાન, ન પીવાનું ભાન. બસ જપની મસ્તીમાં લીન, ત્યાં ભૂખ તરસ કેવી ? એકવાર તલાટી બાબાજીને ગુરુકુલમાં ઉત્સવ
ઉપર લઈ ગયા. ત્યાં પહોંચીને જ્યાં બેસાડયા ત્યાં જ બેસી - રહ્યા. જેમ આવ્યા હતા તેમ જ ચાલ્યા ગયા. એના ગાનંદ
પાસે ઉત્સવ શું વિસાતમાં? પરંતુ તલાટી તે ઉત્સવમાં એટલા નિમગ્ન થઈ ગયા કે, બાબાજીના ખાવાપીવાની પણ સંભાળ રાખી શકયા નહિ, જ્યારે યાદ આવ્યું ત્યારે ક્ષમા