________________
૨૪૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય , “દરેક મંત્રની પેઠે આની ઉપાસના ગુરુગમ છે. ગુરુ પાસેથી તે મેળવીને તેમની આજ્ઞા મુજબ તેની ઉપાસના કરવી જોઈએ. જે કઈ સમજ્યા વિના અથવા ગુરુને પૂછડ્યા વિના એમ ને એમ જ એની ઉપાસના કરે, તે ઘણીવાર એને કંઈ જ લાભ થતો નથી. એની મહેનત અને સમયની બરબાદી જ થાય છે.”
આ યંત્રની ત્રણ રીતે ઉપાસના કરવામાં આવે છે.
“એક તે તામ્રપત્ર પર આ યંત્ર બનાવીને એની માનસ પૂજા અને દર્શન કરવા.”
બીજી રીતમાં એનું વિધિ વિધાન ગુરુ પાસેથી સમજીને નવ દિવસને પાઠ કરો. આ પાઠ કરવામાં આવે તે નવરાત્રીને અખંડ પાઠ કહેવાય.’
“ત્રીજી રીતમાં ભોજપત્ર પર આ યંત્ર આલેખીને હાથ પર બાંધવામાં આવે છે.”
આ યંત્ર એ કલ્યાણકારી શક્તિ ધરાવતું હોવાથી અનિષ્ટની સત્વર નાબૂદી કરે છે. વળી એની કલ્યાણકારક તાકાતને કારણે અન્ય બાબતે માટે એ એટલું જ સમર્થ ને સચોટ પુરવાર થયું છે.”
પ્રભુને વિશ્વાસ શેઠ રામલાલજી વણિક જાતિના હતા. તે પ્રથમ ગરીબ હતા. પરંતુ ત્યાર બાદ કઈ મહાત્માના ઉપદેશ તથા તેમના સંગથી