________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૪૭ તેમનું જીવન ભક્તિ તથા જપ પરાયણ બન્યું એના પ્રભાવથી એમને અપાર ધનની પ્રાપ્તિ થઈ હતી. એમને ત્યાં સદા અનાથોને, દુઃખીઓને, દરિદ્રીઓને ભેજન વસ્ત્રાદિ આપવામાં આવતા. અનેક દુઃખીઓને ગુપ્ત સહાયતા કરી તેઓના દુઃખને દૂર કર્યા હતા. એના બેસવાના રૂમમાં ખીંટી પર માળાઓ લટકતી રહેતી હતી. કેઈ મળવા આવે કે અમસ્થા આવે તો તેઓને માળાથી જપ કરવાનું કહેવામાં આવતું વ્યર્થની વાત કરવાવાળા એમને ત્યાં કેઈ આવતા નહિ. તેઓ વિશેષ ભણેલા પણ ન હતા.
તેજપુર ગામમાં એક પંડિતજી રહેતા હતા. તેઓ ઈશ્વર ભક્ત હતા. એ ગામમાં એક જાનકી નામને ડાકુ (ચેર) રહેતો હતો. એની ઈચ્છા પંડિતજીને મારીને તેના ધનમાલને લૂંટી લેવાની હતી. એક દિવસ જ્યારે પંડિતજી પ્રભુપૂજામાં લીન હતા, ત્યારે તે ચાર પિતાના સાથીઓ સહિત ત્યાં આવ્યું. પંડિતજી તે ઈશ્વરભક્તિમાં લીન હતા. તેઓને પ્રભુ પર અટલ વિશ્વાસ હતું, તેથી તેઓ પૂજા કરતા જ બેસી રહ્યા, પણ ઊઠયા નહિ કે ગભરાયા પણ નહિ. પરંતુ બેઠા, બેઠા પોતાના પુત્રને બેલાવીને કહ્યું કે, એ લેકે તડકામાંથી આવ્યા છે, માટે એમને શરબત પીવરાવો.” એ લોકોએ પણ જાણ્યું કે સારો અવસર છે, ફકત પિતા અને પુત્ર આ બે જ વ્યક્તિ છે, એને મારીને કાર્યને વિજય કરવો જોઈએ. એ લોકો શરબત પીતા હતા, ત્યાં જ એક માણસ બૂમ પાડત, પાડતા આવે, દેડે, દેડો, જાનકીના છોકરાને બળદ મારી નાંખે છે. આ સાંભળીને બધા લોકે દેડતા, દેડતા જાનકીને ઘેર આવ્યા અને ત્યાં જઈને જોયું તે છોકરાને મરેલે જે. જાનકીની