________________
૨૪૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સ્ત્રી રોતા, રોતા વિલાપ કરીને કહેવા લાગી કે, “હું તે પહેલાં જ કહેતી હતી કે બ્રાહ્મણને ન સતાવે, એને ત્યાં ન જાઓ.” મારું ન માન્યું એનું આ ફળ મળ્યું. આ સાંભળીને બધાને ખબર પડી કે તે ત્યાં ચોરી કરવાના ઇરાદાથી ગયો હતો. આવા અનેક દષ્ટાંત છે, જેનાથી માલૂમ થાય છે કે, જ૫ તથા પ્રભુભકિતથી સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ થાય છે, તથા મનેકામનાઓ ફળીભૂત થાય છે. આ બધું જાણીને, સાંભળીને પણ જે જપ, ભકિત વગેરેમાં વિશ્વાસ ન કરતા, કહે કે જપ કરે બિલકુલ વ્યર્થ છે, એ લોકેની બુદ્ધિની બલિહારી છે.
મંત્ર પ્રભાવે માનસિક દુઃખની મુક્તિ
બરાર પ્રાંતના આકેલા જિલ્લાના એક નાના ગામમાં એક જૈન બહેન રહેતી હતી, તેનું નામ સુંદરદેવી હતું. તે માનસિક દુઃખથી પીડિત હતી. તેના કારણે તે ઘણીવાર આત્મહત્યા કરવાનો વિચાર પણ કરતી હતી. વળી માનસિક વિકૃતિને કારણે શરીર પણ વ્યાધિગ્રસ્ત રહેતું હતું. એ અરસામાં તેને લેખકને સમાગમ થયો. તેણે પોતાના દુઃખની રામકહાણી કહી સંભળાવી. તેને બનતું આશ્વાસન તથા ઉપદેશ આપ્યો. અને તેને જપ તથા ધ્યાનનું સાધન બતાવ્યું. થોડા જ સમયમાં જપ-ધ્યાનના પ્રભાવે તેને માનસિક તાપ, વ્યાધિ દૂર થયા અને તે આનંદમય જીવન જીવવા લાગી અને દુઃખ દૂર થયું.
બીજી એક બહેન મહારાષ્ટ્ર પ્રાંતના સોલાપુર જિલ્લાના એક ગામમાં રહેતી હતી, તેનું નામ જયદેવી હતું. તેને પિતાના