________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૨૪૯ પતિ સાથે અણબનાવ હતો. તેથી તે બહુ જ ઉદાસ અને ચિંતાતુર રહેતી અને આત્મહત્યા કરવાનું વિચારે વારંવાર કર્યા કરતી હતી. તેને પણ લેખકને સમાગમ થયે. તેને કેટલાક ઉપદેશ આપ્યો અને જપ–ધ્યાન કરવાની સાધના બતાવી. થોડા સમયની સાધનાના પ્રભાવે પતિપત્નીમાં નેહભાવની વૃદ્ધિ થઈ તેમ જ તે બહેન સાધના રત રહેવા લાગી, જેથી તેનું મનોદાખ અને તાપ એ બધા નષ્ટ થયાં અને પોતે આનંદમય જીવન જીવવા લાગી.
આમ પ્રભુના સમરણ અને ધ્યાન દ્વારા, દુખે, દર્દો દૂર થાય છે અને આત્મિક સુખસહ જ્ઞાન પ્રગટે છે જેથી માનવ સુખી થાય છે. સુખ બાહ્ય વસ્તુ પર નિર્ભર નથી પણ મને-- ભાવ પર જ નિર્ભર છે. જેમ કે-એક શહેરને છેડે રાજમાર્ગથી દૂર એક નાની-શી ઝૂંપી, એમાં એક ડેશી રહે. મુખ પર કરચલી. માંડ માંડ ચાલે. આંખના તેજ પણ ઓછાં થયાં. રાત્રે ડોશી સીવવા બેઠાં. અંધારી ઝૂંપડી અને સાવ ઝાંખે દીવ, સેયમાં દોરો પરોવે. મહેનત ઘણી કરે, પણ સોયના કાણામાં દેરો જાય નહિ.
આમ કરતાં, કરતાં સોય હાથમાંથી પડી ગઈ. બહ શેધી પણ જડી નહિ. હવે શું કરવું? એક તે અંધારું, બીજુ આંખે ઓછું દેખાય, એમાં વળી સોય શોધવાની !!
દૂર રાજમાર્ગ પર દીવા ઝળહળે. ડોશી તે દીવાના પ્રકાશમાં દેડી, જઈને ત્યાં સોય શોધવા લાગ્યાં પણ ત્યાં હેય તે જડે ને? કેઈએ આવીને પૂછ્યું, “ડોશી શું ખોવાયું