________________
૨૩૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કલ
થી આ
કર દે
પણ “
બેટિંગ ઉપાડીને મૂકવા જાઉ છું ત્યાં ફેંકટમાંથી એક માટે વીંછી નીકળીને સડસડાટ ચાલ્યો ગયો. જાણે એ પણ મારી મૈિત્રીભાવના સાંભળવા બેસી ન ગયે હોય, તેમ વૈરવિધ ભૂલી બે કલાક સુધી બેસી રહ્યો ! મને થયું કે જે આપણું અલ્પ શુભ ભાવનાથી આવું પરિણામ નીપજતું હોય તે પ્રકૃષ્ટ મૈત્રીના કેન્દ્રસમા શ્રી તીર્થકર દેવે જ્યાં બિરાજતા હોય તે સમવસરણમાં નિત્ય વૈરી પશુ-પંખીઓ પણ જાતિવેર ભૂલી જઈ સાથે બેસી તેમની વાણીનું પાન કરે એમાં શી નવાઈ?
આપણી ભાવનાનું બિંદુ શ્રી તીર્થંકર પરમાત્માની ભાવનાના સિંધુમાં ભળી જાય તો અક્ષય બની જાય. આ હેતુથી હું નિત્ય આ ભાવના પણ કરું છુંઃ શ્રી તીર્થંકર પરમાત્માની સવિ જીવ કરું શાસનરસી ની ભાવના સફળ બને.
સર્વના સુખની અને કલ્યાણની ભાવના સાથે કરેલ નવકારમંત્રના જાપથી મનનું ઉવીકરણ થાય છે, જીવનના સંઘર્ષોમાં ગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. અને આપત્તિને વૈર્ય સાથે વધાવી લેવાનું બળ મળે છે, એટલું જ નહિ, એનાથી આજે મારો સર્વાગી વિકાસ થતો હું અનુભવી શકું છું. મને જેમ જેમ સારું થતું ગયું તેમ, તેમ ધીરે, ધીરે હું ધર્મમાં પણ આગળ વધતો ગયો, ને વ્રત–નિયમ લઈને સંયમી જીવન જીવતા શીખે.
સંવત ૧૯૬૬ પૂર્વેનું મારું જીવન ધર્મશૂન્ય હતું. રાત્રિભજન, ફીચરને ધંધે, મેડી રાત સુધી ઉજાગરા, બીજાનું સારું જેઈને નારાજ થવું-એ બધું તે મારા જીવનમાં