________________
૨૪૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મેં વર્ધમાન તપને પાયે પણ નાંખે. કેન્સરના દર્દી સાથે આ દુનિયામાંથી વિદાય લેવા તૈયાર થયેલો હું લાગેટ વીસ દિવસ સુધી આયંબિલ (એક વખત રૂક્ષ આહાર કરે છે અને વચ્ચે ઉપવાસની આરાધના કરી શક્યો! મને એથી ખૂબ જ સંતેષ થયો છે. મારા જીવનમાં કોઈ અજબ શાંતિ પસરી રહી છે.
મંત્રશક્તિથી વિશાળ લીમડો અદય થઈ ગયો
સ્વ ર્થ અને પરમાર્થ મનુષ્ય જીવનના આ બે પ્રકાર છે. કઈ જીવન જીવે છે સ્વાર્થ માટે, કઈ જીવનને ઘસી નાખે છે. પરમાર્થ કાજે.
જેવું જીવનનું એવું જ મંત્ર આરાધનાનું. કેઈ અંગત, ભૌતિક લાભ ખાતર કે અચરજ પમાડે તેવા ચમત્કાર ખાતર મંત્રશક્તિ વેડફી નાખે છે. તે વળી કઈ જપ, તપ અને
ગથી મેળવેલી શક્તિને પારકાની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરે છે !
કેટલાક મંત્ર સામાન્ય માનવીની નજરે મોટી બાબત સમી ભૌતિક સિદ્ધિ આપીને અટકી જાય છે.
જયારે કોઈ આ જગતને ઓળંગીને દિવ્ય પ્રદેશનાં દર્શન કરાવે છે. ઋષિમંડલસ્તંત્ર એ આ પરમાથી મંત્ર છે. સાક્ષાત્કારી મંત્ર છે. દિવ્ય ચેતનાને અનુભવ કરાવનાર વિરલ મંત્ર છે ! સાચે મંત્રવિદ્ર સદાય પરહિત કાજે જ મંત્રશક્તિને ઉપયોગ કરે છે. આજ સુધી વિધમી કે અધમી રાજાઓને