________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૩૭
કરવા જાઉં, ચાર આઠ આના પૂજારીને આપી એને ખુશ કરું અને ક્ષમાપના કરું, પછી જ મારું સાધનાનું કામ બરાબર થાય. મારે પ્રવૃત્તિ બહુ ઓછી છે, એટલે બહારનાઓ સાથે મારે પ્રસંગ જ ઓછા પડે અને કુટુંબીઓ તો ખૂબ જ અનુકૂળ બની ગયા છે. બધાને હું આ ભાવને બતાવું છું. એમને હું કહું છું કે, “તમારે સુખ જોઈતું હોય તે સુખ વાવે; બીજાને સુખ આપે, બીજા સુખી થાય એવી ભાવના કરે.” આથી મન બગડવાનાં નિમિત્તે મારે ઘણાં ઓછાં રહે છે. છતાં હું મનનું નિરીક્ષણ સતત કર્યા કરું છું. વચમાં વચમાં હું તપાસ કરતો રહું છું કે મનમાં શું વિચાર ચાલે છે? અને અશુદ્ધ, અશુભ વિચાર આવેલા હોય તે તેને તરત દૂર કરી શુભ ભાવનાને ત્યાં સ્થાન આપું છું. હું કઈને મળું છું કે વાતચીત કરું છું ત્યારે પણ વચ્ચે વચ્ચે આ તપાસ ચાલુ રાખું છું. સર્વ જીવોને સુખી જેવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આખું જગત આજે મારું મિત્ર બની ગયું છે. હું કોઈ અજાણ્યા સ્થળે જાઉં છું તે ત્યાં પણ મારી સાથે ખૂબ જ મિત્રતા દાખવે છે. તેમને મારા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે અને મને ફરી મળવાની ઈચ્છા તેમના મનમાં રહ્યા કરે છે. - એક વખત હું સવારે ઊઠો ત્યાં પગે કઈ જતુ હોય તેમ લાગ્યું. મને થયું, કેઈમોટું જીવડું છે. અંધારું હતું. હું રાતે ફાનસ કે લાઈટ રાખતા નથી. મારે ઊઠવાને સમય થઈ ગયા હતા. તેથી, બેડિંગ વાળી લઈને હું ભાવના કરવા બેસી ગયા. ભાવના ને નવકારને કાર્યક્રમ પૂરો થતાં હું ઊઠ.