________________
૨૧૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય શાંતિથી ઊભા રહેતા અને બાબાજીની વાતને સાંભળતા અને સમજી લેતા. એટલું કહીને બાબાજી તે કઈ એકાંત જગ્યામાં બેસીને જપમાં લીન બની જતા. પરંતુ શું તાકાત છે કે, કેઈ પશુ કોઈને ખેતરમાં જાય. દિવસના એને ચરાવતા અને સાંજે ઘેર પાછા લાવતા. નાના ગામડાઓમાં એવો રિવાજ છે કે, ખેડૂતો પિતાના છોકરાઓને પશુઓને ચરાવવા માટે મેકલે છે, અને છોકરાઓ બધા એક જ મેદાનમાં એને લઈ જાય છે, ગાય વગેરે ચરતા રહે, અને છોકરાઓ બધા રમતા રહે છે. જ્યારે બપોર થાય ત્યારે એક છોકરો ગામમાં જઈને જમી આવે અને બીજાઓ માટે ભોજન લેતો આવે. જ્યારથી બાબાજી જાનવરોને ચરાવવા આવવા લાગ્યા ત્યારથી છેકરાઓને તે મજા થઈ ગઈ. બધા છોકરાઓ બાબાજીને કહેતા કે, “બાબા! તમે અમારા ઢેરને સંભાળજો, અમે ઘેર જઈએ છીએ. તમારે માટે ખાવાનું લેતા આવશું.” બાબાજી કહેતા, “હા બેટા જાઓ, હું અહીંયાં જ છું” અને છોકરાઓ ચાલ્યા જતા. એક છેકરાની સાથે બાબાજી માટે ખાવાનું મોકલી આપતા. અને બધા
કરાઓ આખે દિવસ રમત રમતા. દિવસ અસ્ત થતા પોતપોતાના ઢોરોને લઈ જતા, છોકરાઓએ જાણી લીધું હતું કે પશુઓને બાબાના ચાજમાં સેપ્યાં એટલે આપણે બેફિકર થયા. પરંતુ વાત એમ હતી કે બાબાજી તે દિવસભર પિતાના અભ્યાસમાં જ લીન રહેતા અને તેને સ્વાધીન પશુઓ ચૂપચાપ ચરતા રહેતા હતા. પણ કોઈને ખેતરમાં જતા નહિ, પરસ્પર લડતા નહિ, જે જાનવર તેફાની અને મસ્તી ખેર હોય તે પણું બાબાજીને સ્વાધીન થવાથી તેફાન કરવાનું ભૂલીને શાંત