________________
૨૩૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ગુલાબચંદભાઈ.......” | હે જઈને ઊભે રહ્યો. મને જોઈને એણે કહ્યું કે, “તુમ કર્યો આયા? પેશન્ટ (દરદી) કે ખડા કરો.” મારે કહેવું પડયું કે, “મેં હી પેશન્ટ હું. '
હું દરદી હઈશ એવી કલ્પનાય ન આવે, એવું મારું શરીર થઈ ગયું હતું. આજે હું બધે જ ખેરાક લઈ શકું છું. કેઈ પરેજી પાળતો નથી. હું સંપૂર્ણ તંદુરસ્ત છું. - મારી આર્થિક સ્થિતિમાં ઘણું જ સુધારો થઈ ગયો છે અને માનસિક વિકાસ થયેલ પણ અનુભવાય છે. આજે હું બે હજારની સભામાં માઈક ઉપર નીડરતાથી બોલી શકું છું. અને મારા વિચારે સભાને ઠસાવી શકું છું. મારે અભ્યાસ બહુ ઓછો છે અને આજ સુધી સભામાં કેમ બોલવું એને કેઈ અભ્યાસ મેં કર્યો નથી કે નથી કોઈ પાસે માર્ગદર્શન લીધું; છતાં એવા એક-બે પ્રસંગ ઉપસથિત થયા ત્યારે હું બે હજાર માણસની સભા સમક્ષ સારી રીતે બેલી શકયે હતે.
વળી “મને અંદરથી એમ થાય કે અમુક વ્યક્તિને ઘણું દિવસથી મળાયું નથી. મળવું છે,” તે હું ઘેરથી બહાર નીકળું, દાદર ઊતરું, ત્યાં એ વ્યક્તિ સામી મળી જાય છે! કામમાં કેઈ ગૂંચ પડી હોય, કંઈ સૂઝતું ન હોય કે આમાં શું કરવું? તે હું ત્રણ નવકાર ગણીને વિચાર્યું ને એમાં મને માર્ગદર્શન મળી જાય છે ! આર્થિક પરિસ્થિતિમાં એમ લાગે કે આટલી જરૂર છે, તે સામેથી કોઈ પાર્ટી મળી જાય છે,