________________
:૨૯
મંત્રવિદ્યાને પ્રભાવ પિનિસિલિનનાં ઈજેકશનને કોર્સ લે, એ પહેલાં કંઈ જ ઉપચાર કરી શકાય તેમ નથી.” ગળું અંદરથી તેમ જ બહારથી સૂજી ગયું હતું. આ પહેલાં ખોરાક તે ઓછો થઈ જ ગયેલ. રોટલી પણ પાણીના ઘૂંટડા સાથે મુશ્કેલીથી ઊતરતી. હવે ગળું એકદમ સંકેચાયું.
બીજે દિવસે અમે ડે. કે. પી. મેદીનું એપોઈન્ટમેન્ટ લીધું. એમણે તપાસીને કહ્યું કે દર્દ ઘણું જ વધી ગયું છે. ટ્રીટમેન્ટની વાત તે બાજુએ રાખો, પણ અંદરથી કટકી કાપીને તપાસ-
બાપ્સી કરી શકાય એવી સ્થિતિ પણ નથી રહી. એમણે મારા ફેમિલી ડોકટરને બાજુએ લઈને કહી દીધું કે એક બે દિવસને હું મહેમાન છું. અને, શાંતિથી આયુ પૂર્ણ થાય તે માટે, ઘેનનાં ઈજેકશન આપવા જણાવ્યું. અમે નિરાશ થઈ પાછા ફર્યા.
છેલ્લાં ચાર-પાંચ દિવસથી પાણી પણ ઊતરતું ન હતું. તરસ તે એવી લાગી હતી કે જાણે માટલે માટલાં પાણી પી જાઉં મેં મારા ફેમિલી ડોકટરને કહ્યું કે, “બીજું ભલે કંઈ ન થાય, પણ હું પાણી પી શકું એવું કંઈક કરે.” એમણે આશ્વાસન આપ્યું: “આજની રાત કાઢી નાખે, કાલ સવારે એ માટે પ્રબંધ કરીશ. નળીથી તમને પાણી આપીશ.”
હું ઘેર આવ્યા. તરસની પીડા અસહ્ય બની હતી. પહેલાં કહાં તેમ, એ સમયે એકાએક નવકાર મહામંત્રનું સ્મરણ કરવાની મને સકુરણું થઈ