________________
૧૬૧
સાધના વિધિ-વિધાન કરે કે ગમે તે અવસ્થામાં હોય, બીજું ગમે તે કામ આવી પડે, પણ જે નિયમ લીધે છે તે ગમે તેવી હાલતમાં પાળવે જ. એ પ્રકારની નિષ્ઠા અને શક્તિ જોઈએ. બધા કામને એક નક્કી કરેલ સમય લેવો જોઈએ. આડી અવળી રીતે મનને ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વ્યર્થ જવાનું.
નિયમ બાંધીને મનને દઢ ભાવે હુકમ કરીને કહેવું: “અરે બાપલા તું ઈછે કે ન ઈચ્છે તે પણ તારે આ બધા નિયમોનું પાલન કરવું જ પડશે. થોડાક દિવસ મન વાંકુ થઈને બેસશે, કઈ રીતે અંકુશ માનવાનું નહિ. આમતેમ નાશભાગ કરવાનું. પરંતુ તમારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરણે પ્રભુના સ્મરણમાં લગાડવું, સાથે સાથે તેને શિક્ષણ પણ આપવું. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક સમાન છે. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન જાણશે કે, અરે બાપરે, કઈ રીતે આ બંધન તૂટે એમ નથી, ત્યાર પછી એ પિતાનું અક્કડપણું છેડશે, ને ડા ઇંડમરું થઈને જેમ કહેશે તેમ કરશે. એનું નામ અભ્યાસયોગ એ વિના મનને શ કરવાને બીજે કઈ ઉપાય નથી એ નક્કી જાણજે. મંદવાડમાં જેમ દવા પીવી જ પડે. એ જ પ્રમાણે કમરેગને નાશ કરવા સાધન, જપ, ધ્યાનને અભ્યાસ કરવો જ જોઈએ.
શરૂઆતમાં ત્રણ ચાર વરસ સુધી એ અભ્યાસ કદિન. શુષ્ક લાગે છે પણ જ્યારે અભ્યાસ સહજ થાય છે ત્યારે તમે જોશે કે તેમાં કેવી મીઠાશ- જાણે અમૃત સમાન, અને વિશુ મ. ૧૧