________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૧૯૯ એ પતિ-પત્નીને કહીને, મુનિઓએ તેમને કહ્યું કે-આ રીતે તમે જિનભાષિત ધર્મનું આરાધન કરશે તો થોડા જ વખતમાં તમે દૈવી સુખ સંપત્તિને પામશે !”
ભીલરાજ અને તેની પત્નીએ મુનિએનું આ વચન પણ શ્રદ્ધા, ભક્તિપૂર્વક સાંભળ્યું અને પ્રેમભક્તિપૂર્વક સ્વીકાર્યું. પછી મુનિએ પિતાને બતાવેલા માર્ગે વિહાર કરી ગયા અને આ લેકે પિતાને સ્થાને પાછાં આવીને ધમ ઉપરના શ્રદ્ધાભાવને વધારતાં થકાં નિયમનું નિરતિચાર (દેષરહિત) પાલન કરવા લાગ્યાં.
એકવાર નિયમ મુજબ એ ભીલરાજ અને તેની પત્ની પૌષધ પ્રતિમામાં સ્થિત હતા. એ જ વખતે ત્યાં એક ગજના કરતે ઉન્મત્ત સિંહ આવી પહોંચે. એને જોતાં જ ભીલરાજની પત્ની ભયભીત થઈ. પિતાની પત્નીને ભયભીત થયેલી જોતાં જ ભીલરાજે પાસે પડેલું ધનુષ્ય હાથમાં લીધું અને તેને કહ્યું કેબીકણ! બી મા ! મારા એક બાણથી જ એ ખલાસ થઈ જવાને છે.”
એ વખતે ભીલરાજને તેની પત્ની કહેવા લાગી કે, “તમે જે કહે છે તેમાં સંદેહ જેવું કંઈ જ નથી, પણ ગુરુમહારાજના વચનનું આપણે પાલન કરવાનું છે. ”
ગુરુમહારાજે કહ્યું હતું કે–તે દિવસે કઈ તમારા શરીરને વિનિપાત (નાશ) પણ કરી નાખે તેય તમારે ક્ષમા કરવી! આપણને એ વચન યાદ હોય અને આપણે એનાથી વિપરીત કરીએ તે કેમ બને?